ઓટોમોબાઇલ નો ઇતિહાસ




ઓટોમોબાઇલ શબ્દપ્રાચિન ગ્રીક શબ્દ AUTO "સેલ્ફ" અને લેટિન મોબિલીસ  ("મુવેબલ") માંથી ફ્રેન્ચ ઓટોમોબાઇલ દ્વારા આવ્યો છે.

જેનો અર્થ થાય છે વાહન જે પોતાની જાતે ફરી શકે છેઅથવા કોઇ અલગ પ્રાણી કે અન્ય વાહન દ્વારા તેનું પરિવહન કરવામાં આવે છે


















            ઇતિહાસ
ü જીસ્યૂટ મિશન ઓફ ચાઇનાના સભ્ય ફર્ડિનાન્ડ વર્બિએસ્ટે 1672ની આસપાસ પ્રથમ વરાળથી ચાલતું વાહન બનાવ્યું, જે નાના પાયે હતું અને ચાઇનીઝ સામ્રાજ્ય માટે રમકડા તરીકે બનાવવામાં આવ્યું હતું, અને તે ડ્રાઇવર કે મુસાફરોના પરિવહન માટે સક્ષમ ન હતું, પરંતુ તે પ્રથમ કાર્યરત વરાળથી ચાલતું વાહન હતું

ü 1769માં ઘોડાથી ચાલતા વાહનના સિદ્ધાંતને સ્વીકારીને પ્રથમ સ્વયં-સંચાલિત યાંત્રિક વાહન અથવા મોટરગાડીની રચના કરવાનો શ્રેય નિકોલસ-જોસેફ કુગનોટને આપવામાં આવે છે
ü ફ્રાન્કોઇઝ આઇઝેક દે રિવાઝે 1806માં પ્રથમ ઇન્ટર્નલ કમ્બશન એન્જિન બનાવ્યું, જે હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી ચાલતું હતું અને વિશ્વના પ્રથમ વાહન, ઓલ્બિટ રૂડિમેન્ટરીના વિકાસ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો

ü  કાર્લ બેન્ઝ સામાન્ય રીતે અદ્યતન મોટરગાડીના શોધક તરીકે જાણતા છે. તેના પોતાના ફોર સ્ટ્રોક સાઇકલ ગેસોલિન એન્જિનથી ચાલતી મોટરગાડી કાર્લ બેન્ઝ દ્વારા 1885માં જર્મનીના મેનહેઇમમાં બનાવવામાં આવી હતી

ü 1879માં, બેન્ઝને તેના પ્રથમ એન્જિન માટે પેટન્ટ આપવામાં આવી, તેની રચના 1878માં કરવામાં આવી હતી. તેમની ઘણી શોધોમાં વાહનોને ઉર્જા આપવાનું શક્ય બનાવવા ઇન્ટર્નલ કમ્બ્શન એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો



1896માં, બેન્ઝે જર્મનમાં બોક્સરમોટર  નામના પ્રથમ ઇન્ટર્નલ-કોમ્બ્શન ફ્લેટ એન્જિનની રચના કરીને પેટન્ટ મેળવી. ઓગણીસમી સદીના છેલ્લા વર્ષો દરમિયાન, બેન્ઝ 1899માં 572 એકમોના ઉત્પાદન સાથે વિશ્વની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની હતી, અને તેના કદને કારણે, બેન્ઝઃ એન્ડ સાઇ જોઇન્ટ સ્ટોક કંપની બની
ü  1892માં, જર્મન ઇજનેર રૂડોલ્ફ ડિઝલને "ન્યૂ રેશનલ કમ્બ્શન એન્જિન" માટે પેટન્ટ આપવામાં આવી હતી. 1897માં, તેમણે પ્રથમ ડિઝલ એન્જિન બનાવ્યું હતું.[૧૧] વરાળથી ચાલતા-, વીજળીથી ચાલતા- અને ગેસોલિનથી ચાલતા વાહનો દાયકાઓ સુધી સ્પર્ધામાં રહ્યા હતા, જ્યારે ગેસોલિન ઇન્ટર્નલ કમ્બ્શન એન્જિને 1910ના દાયકામાં પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું.

હિંદુસ્તાન એમ્બેસેડર

હિંદુસ્તાન એમ્બેસેડર  ભારતની હિંદુસ્તાન મોટર્સ દ્વારા ઉત્પાદન કરાયેલી કાર છે. થોડા ઘણાં ફેરફાર અને પરિવર્તનો સાથે 1958થી તેનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે 1956થી 1959 દરમિયાન યુનાઇટેડ કિંગડમમાં ઓક્સફર્ડમાં કાવલી ખાતે મોરીસ મોટર કંપની દ્વારા પ્રથમ ઉત્પાદન કરવામાં આવેલા મોડલ મોરીસ ઓક્સફર્ડ -3 પર આધારિત છે.
ü  તેનું મૂળ બ્રિટીશ હોવા છતાં એમ્બેસેડરને ચોક્કસપણે ભારતીય કાર માનવામાં આવે છે અને તેને પ્રેમથી "ભારતીય રસ્તાઓનો રાજા" તરીકે નવાજવામાં આવે છે.
ü   યંત્રસામગ્રીનું ઉત્પાદન હિંદુસ્તાન મોટર્સ દ્વારા પશ્ચિમ બંગાળના કોલકાતા નજીકના ઉત્તરપારા ખાતેના પ્લાન્ટમાં કરવામાં આવે છે. તે ભારતની સૌથી લોકપ્રિય કાર હતી 

ટાટા ઇન્ડિકા

ü  ટાટા ઇન્ડિકા હેચબેક ઓટોમોબાઇલ શ્રેણીની કાર છે જેનું ભારતની ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. તે ટાટા મોટર્સની પ્રથમ પેસેન્જર કાર છે અને તે ભારતમાં વિકસાવવામાં આવેલી પ્રથમ પેસેન્જર કાર હોવાનું પણ માનવામાં આવે છે.

ü  ઓગસ્ટ 2008, 910,000 કરતાં વધારે ઇન્ડિકાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ઇન્ડિકાનું સૌથી વધુ વેચાણ 2006-07માં 144,690 યુનિટનું હતું. Current ઇન્ડિકાનું માસિક વેચાણ 8000 યુનિટનું છે. આ મોડલને 2004ના અંતિમ તબક્કાથી યુરોપઆફ્રિકા અને અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે

ઇંધણ અને પ્રોપલ્શન તકનીકો

ü  આજે ઉપયોગમાં લેવામાં આવતી મોટા ભાગની મોટરગાડીઓમાં ઇંધણ તરીકે ગેસોલિન (પેટ્રોલ તરીકે પણ ઓળખાય છે) અથવા ડિઝલ ઇન્ટર્નલ કમ્બ્શન એન્જિન્સનો ઉપયોગ થાય છે, જે હવા પ્રદૂષણ માટે જાણીતા છે અને તેને આબોહવામાં પરિવર્તન અને ગ્લોબલ વોર્મીંગ માટે પણ કારણભૂત માનવામાં આવે છે.

ü   તેલ-આધારિત ઇંધણોની પડતરમાં વધારો, પર્યાવરણને લગતા કાયદાઓ કડક થતા તથા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન પરના નિયંત્રણોને પગલે મોટરગાડીઓ માટે વૈકલ્પિક સ્રોતોના ઉપયોગના પ્રયત્નોમાં વધારો થયો છે.

ü   હાલની તકનીકોમાં સુધારણા તથા તેને બદલે નવી તકનીકોના પ્રયત્નોમાં હાઇબ્રીડ વાહનો અને ઇલેક્ટ્રીક તથા હાઇડ્રોજન વાહનોના વિકાસનો સમાવેશ થાય છે, જે હવામાં પ્રદૂષણમાં ઉમેરો કરતા નથી.




ભવિષ્યની કાર તકનીકો






ü  વીજળીના ભવિષ્યના વૈકલ્પિક રૂપોના સંશોધનમાં ફ્યુઅલ સેલ્સનો વિકાસહોમોજિનીયસ ચાર્જ કમ્પ્રેશન ઇગ્નીશન (એચસીસીઆઇ)સ્ટર્લિંગ એન્જિન[૩૪], અને કમ્પ્રેસ્ડ હવા અથવા પ્રવાહી નાઇટ્રોજનની સંગ્રહિત ઉર્જાનો સમાવેશ થાય છે.
ü  સ્ટીલ કારની બોડીનું સ્થાન લઇ શકે તેવા નવા મટિરીયલ્સમાં ડ્યૂરેલ્યુમિનીયમફાઇબરગ્લાસકાર્બન ફાઇબર અને કાર્બન નેનેટ્યૂબનો સમાવેશ થાય છે.

SOURCE:Wikipedia.

Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *