Bharat Skills વેબ પોર્ટલ Directorate General of Training(DGT) દ્વારા ઈ-લર્નિંગ ની દિશામાં એક પહેલ છે.
આ વેબસાઈટ પર ITI ના તાલીમાર્થીઓ માટે તેમના ટ્રેડને લગતા NCVT ના અભ્યાસક્રમ મુજબ ટ્રેડ મટીરીયલ, વિડીઓ ટ્યુટોરીઅલ, પ્રશ્નપત્ર તથા ઓનલાઈન મોક ટેસ્ટ ની લીંક ઉપલબ્ધ છે. ટુંક માં આ વેબસાઈટ ની માહિતી માટે નીચે દર્શાવેલ વિડીઓ જુવો :
BharatSkills વેબસાઈટ ના હોમ પેજ પર ચાર સેક્શન આપેલા છે:
2. CITS: Craftsman Instructor Training Scheme જે ITIના ઇન્સ્ટ્રક્ટરો માટે છે.
3. Apprenticeship: ITI માં Apprentice કરતા તાલીમાર્થીઓ માટે છે જે હજી અપડેટ થવાનું બાકી છે.
4. Short Term Courses: તાલીમાર્થીઓ પોતાના ટ્રેડ સિવાય અન્ય કૌશલ્ય e-learning દ્વારા પ્રાપ્ત કરી શકે તે હેતુ થી આ વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે, જેની વિષે આ સાઈટ પર વિગતસર માહિતી સાથે અલગ બ્લોગ અપડેટ કરશું।
CTS: Craftsmen Training Scheme
આ વિભાગમાં ITI ના ટ્રેડના નામ નું લિસ્ટ વેબ પેજ પર દેખાશે। તાલીમાર્થી એ પોતાને લાગુ પડતા ટ્રેડના નામ પર ક્લીક કરવું। એક નવું વેબપેજ ખુલશે જેમાં કુલ ૬ ટેબ હશે જેનું લિસ્ટ અને માહિતી નીચે પ્રમાણે છે :
1. Study Material:
2. Employability Skills:
આ વિષયને લગતી પાઠ્યપુસ્તક તથા YouTube વિડિઓ નું લિસ્ટ છે.
3. Question Bank:
સેમેસ્ટર વાઇસ તૈયાર કરેલા MCQ ની pdf ફાઈલ તથા અગાવની પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નપત્ર અહીંયાથી ડાઉનલોડ કરી શકાશે।
4. Mock Test:
ITI ના તાલીમાર્થીઓ ઓનલાઇન પરીક્ષાની તૈયારી કરી શકે તે હેતુ થી Nimi Online testing વેબસાઈટ પર ટ્રેડ વાઇસ મોક ટેસ્ટ ઉપલબ્ધ છે. આ વેબસાઈટ પર જવા માટે ની લિંક અહીંયા આપેલી છે તથા તાલીમાર્થોએ કેવી રીતે તે વેબસાઈટ પર રજીસ્ટર કરવું , ટેસ્ટ આપવી એ બધી માહિતી નો YouTube વિડિઓ અહીંયાથી જોઈ શકાશે।
નોંધ : Nimi online testing website પર COPA ટ્રેડ ની મોક ટેસ્ટ હાલ ઉપલબ્ધ નથી.
5. Curriculum:
ટ્રેડને લગતી સિલેબસ ની pdf ફાઈલ અહીંયા થી ડાઉનલોડ કરી શકાશે
6. E-Learning:
આ ટેબ તાલીમાર્થીઓ માટે ખુબ મહત્વનું છે. અહીંયા ટ્રેડ સિલેબસ મુજબ પાઠ અથવા ટોપીક ની ક્રમાનુસાર ગોઠવણ હશે અને દરેક ટોપીક ની સામે તેના લગતા YouTube વિડિઓ ની લિંક આપેલી છે. એટલે કે તાલીમાર્થી ક્રમ મુજબ ટોપીકને લગતા વિડિઓ લેક્ચર જોઈને અભ્યાસ કરી શકશે।
0 Comments:
Post a Comment