વેલ્ડીંગ બ્લો પાઈપ ( Welding Blow Pipe )

 બ્લોપાઈપને ઓક્સિ એસીટીલીન ટોર્ચ વડે પણ ઓળખવામાં આવે છે. ગેસ વેલ્ડીંગમાં તેનું કાર્ય ઓક્સિજન અને એસીટીલીન ગેસને મિશ્ર કરવાનું છે. તેની ટીપ પાસે મિશ્રણ યોગ્ય માત્રામાં સળગે છે. અને એક ખુબ વધુ તાપમાન ધરાવતી ફ્લેમ બનાવે છે. જે ધાતુને પીગાળવા માટે સક્ષમ હોય છે. બને ગેસ ના સબંધિત પ્રેસર અનુસાર વિવિધ પ્રકારની ઘણી બ્લો પાઈપની ડીઝાઈન કરવામાં આવેલ છે. દરેક બ્લો પાઈપ સાથે લગાવેલ એસીટીલીન હોઝ ફીટીંગ માટે લેફ્ટ હેન્ડ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રમાણે ઓક્સીજન હોઝ ફીટીંગ માટે રાઈટ હેન્ડ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે.

 

* બ્લો પાઈપના પ્રકાર (types of blow pipe) :

      દરેક પ્રકારમાં બ્લો પાઈપને જે હેતુ માટે વાપરવાની હોય તેને અનુસાર વિવિધ ડીઝાઈનમાં તૈયાર કરાય છે. રાઈટ વર્ડ અને લેફ્ટ વર્ડ વેલ્ડીંગ ટેકનીક માટે બ્લો પાઈપની ખાસ ડીઝાઈન તૈયાર કરાય છે. બ્લો પાઈપના મુખ્યત્વે બે પ્રકાર છે.

 (1) હાઈ પ્રેસર/નોન ઈન્જેકટર પ્રકાર   (2) લો પ્રેસર/ઈન્જેકટર પ્રકાર

 (1) હાઈ પ્રેસર/નોન ઈન્જેકટર પ્રકાર (high pressure / non injector type) :

    

  તેને ટુંકમાં H.P. બ્લો પાઈપ વડે ઓળખવામાં આવે છે. બ્લો પાઈપ ઉપર જણાવ્યા મુજબ તેની ટીપ સુધી ઓક્સીજન અને એસીટીલીન ગેસને સમાન માત્રામાં પહોચતા કરવાની એક માત્ર ડીવાઈસ છે. તેમાં ગેસના પ્રેસરની માત્રાને નિયંત્રિત કરવા માટે રેગ્યુંલેટીંગ વાલ્વ આપવામાં આવે છે.

        દરેક બ્લો પાઈપ સાથે વિવિધ નોજલોનો સેટ પણ સપ્લાય કરવામાં આવે છે. દરેક નોજલ વિવિધ વ્યાસના હોલ ધરાવતી હોય છે. જે વિવિધ સાઈઝની ફ્લેમ બનાવે છે. નોઝલને નંબર આપી અને તે એક કલાકમાં કેટલા લીટર ગેસ વાપરશે તે દર્શાવે છે.

 

હાઈપ્રેશર બ્લો પાઈપને લો પ્રેસર સિસ્ટમમાં વાપરી સકતી નથી.  

(2) લો પ્રેસર /ઈન્જેકટર પ્રકાર( low pressure / injector type):

તેને ટુંકમાં L.P. બ્લો પાઈપ કહે છે. બ્લો પાઈપની બોડીમાં ઈન્જેકટર આપવામાં આવે જેમાંથી હાય પ્રેસર ઓક્સિઝન પસાર થય છે. ઓક્સીજન લો પ્રેસર ધરાવતા એસીટીલીનને મિક્સિંગ  માં ખેચી લાવે છે. અને સ્થિર આર્ક બનાવવા માટે એસીટીલીનને જરૂરી ગતી પૂરી પાડે છે. ઈન્જેકટરનો ઉપયોગ બેક ફાયર નિવારે છે.

     પ્રકારમાં બ્લો પાઈપના હેડમાં નોઝલ અને ઈન્જેકટર આપવામાં આવે છે. આથી તેનું આખું હેડ બદલી શકાય તેવું બને છે. દરેક નોઝલ માટેની અનુરૂપ ઈન્જેકટર હોવાથી રચના મદદરૂપ બને છે. બ્લો પાઈપ હાઈ પ્રેસર બ્લો પાઈપ કરતા વધુ ખર્ચાળ હોય છે.

જરૂર પડે લો પ્રેસર બ્લો પાઈપને હાય પ્રેસર સિસ્ટમમાં વાપરી સકાય છે.

 

*  વેલ્ડીંગ ટોર્ચ માટેની કાળજી (care for welding torch): 

- વેલ્ડીંગ ટીપ કોપર ની બનાવેલ હોવાથી બેપર્વાય રાખવાથી તેને નુકસાન થવાની શક્યતા રહે છે.

- નોઝલ ને ક્યારેય પડવા દેવી નહિ કે તેનો ઉપયોગ કોઈ વસ્તુ ફેરવવા કે ઉચકવા કરવો નહી.

- નોઝલની સીટ અને આંટા પર કોઈ પણ જાતના નકામાં પદાર્થો જામે નહી તેની ખાતરી કરવી અન્યથા તેને જોડતી વખતે કાપ પડી જવા ની શક્યતા રહે છે.

- નોઝલના સકડા કાણાઓને ખાસ પ્રકારના ડીઝાઈન કરેલ ટીપ કલીનરની મદદ થી સાફ કરવા જોઈએ.

- ટોર્ચ ના આગળના ભાગનુ અયોગ્ય હેન્ડલીંગ કરવું નહી.

- બ્લો પાઈપ પર ઓઈલ કે ગ્રીસ લગાવવા જોઈંએ નહી.

- ટોર્ચના વાલ્વને તિત કરવા માટે રેન્ચનો ઉપયોગ કરવો નહી.

- ગેસ ટોર્ચના હેન્ડલને વાઈસમાં પકડાવવી નહિ.

* તફાવત:

લો પ્રેસર પધ્ધતિ

હાઈ પ્રેસર પધ્ધતિ

સાઇટ ઉપર એસીટીલીન બનાવી અને લો પ્રેસર હેઠળ સપ્લાય કરવા સંગ્રહ કરાય છે.

હાઈ પ્રેસરે એસીટીલીન સપ્લાય કરવામાં આવે છે

પ્યોરીફાયર અને ડ્રાયમાંથી જનરેટ થયેલ એસીટીલીન પસાર કરવો પડે છે.

સીલીન્ડરમાં ભરેલ એસીટીલીન સુધ્ધ અને ડ્રાય હોય છે.

જનરેટર દ્વારા એસીટીલીન જનરેટર થતો હોવાથી દબાણ વધ ઘટ થયા કરે છે. 

દબાણ અચળ રહે છે. તેથી ભારે કાર્ય કરી સકાય છે.

જનરેટર ભારે હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું મુસ્કેલ ભર્યું છે.

પ્લાન્ટને ટ્રોલી ઉપર લગાવવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઇ જઈ સકાય છે.

પ્લાન્ટ ની સફાઈ વારંવાર કરવી પડે છે.

પ્લાન્ટ સાફ કરવો રહે છે.

એસીટીલીન બ્લો પાઈપ માં લઈ જવા માટે ઈન્જેકટર પધ્ધતિ વપરાય છે.

બ્લો પાઈપ માં એસીટીલીન નુ દબાણ ઘટાડવા માં આવે છે.

હાય પ્રેસર બ્લો પાઈપ નો ઉપયોગ કરી સકતો નથી.

લો-પ્રેસર બ્લો પાઈપ નો ઉપયોગ કરી સકાય છે

એસીટીલીન નુ ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે

એસીટીલીન ખર્ચ વધારે રહે છે. સીલીન્ડર ખાલી થતા રીફીલ માટે મોકલવા અને લાવવા માટેનો ખર્ચ થાય છે.

પ્લાન્ટ ની કાર્ય ક્ષમતા ઓછી છે.

પ્લાન્ટ ની કાર્ય ક્ષમતા વધારે  છે.

પધ્ધતિમાં પ્રેસર એડજસ્ટમેન્ટ વારંવાર કરવું પડે છે.

પધ્ધતિમાં પ્રેસર એડજસ્ટમેન્ટ વારંવાર કરવા ની જરૂર નથી.


Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *