વેલ્ડીંગ - પ્રાથમિક પરિચય (Welding Introduction)

વેલ્ડીંગ

-     વેલ્ડીંગ જુદી જુદી ધાતુઓને જોડાવાની એક રીત છે. વેલ્ડીંગથી ધાતુઓ અને તેની મિશ્ર ધાતુઓ જોડી શકાય છે. વીજળી કે ટોર્ચ થી ધાતુઓને ગરમ કરી જોડવાની રીતને વેલ્ડીંગ કહે છે.

-     તેનો વિકાસ સર્વાંગી ઔદ્યોગિક વિકાસ કરતાં પણ ઝડપી છે. પૂલો, વહાણો, બોઈલર વગેરે જે પહેલા રિવેટિંગ થી બનાવવામાં આવતા તે હવે વેલ્ડીંગ થી બનાવવામાં આવે છે.

-     વેલ્ડીંગ શોપ વગર વર્કશોપની કલ્પના કરવી પણ અઘરી છે. કોઈપણ નાની કે મોટી ઉદ્યોગમાં વેલ્ડીંગ વર્કશોપ તેની અગત્યતા દર્શાવે છે. ઓછા સમયમાં વિશ્વાસ પૂર્વક સ્થાયી રીતે બે સરખા અથવા અસરખા ધાતુઓને જોડાવાની ક્રિયા વેલ્ડીંગ છે.

-     ધાતુઓને જોડવાની ક્રિયાઓમાં વેલ્ડીંગ સૌથી ઝડપી ક્રિયા છે. વેલ્ડીંગથી ધાતુને જોઈતા આકારમાં વેલ્ડ કરી શકાય છે. ઉદ્યોગમાં નવી નવી રીત થી વેલ્ડીંગ કરવામાં આવે છે. મોટા મોટા કન્ટેઇનરો બનાવવા માટે તેમના જુદા જુદા ભાગ તૈયાર કરી વેલ્ડીંગ કરી પ્રેસર વેસલ બનાવવા માટેની ફક્ત એક રીત છે. મોટા મોટા વ્યાસ વાળી પાઇપોને જોડવા માટે વેલ્ડીંગ અગત્યની ક્રિયા છે. ટૂંકમાં વેલ્ડીંગ વગર કોઈપણ વર્કશોપ પૂર્ણ નથી.


વેલ્ડીંગના ઉપયોગો :

            1) શેડ સ્ટ્રક્ચર બનાવવા

            2) પાઈપ લાઈન જોડવા

            3) રેલ, શિપીગ કામમાં

            4) પુલ બનાવવા

            5) મકાન ના બારી-બારણાંની ફ્રેમ બનાવવા.

            6) કાર, વિમાન, રેલ્વે એંન્જિનના જુદા જુદા ભાગો તૈયાર કરવા.

            7) પ્રેસર વેસલ મોટી મોટી ટાંકીઓ બનાવવા.



Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *