આર્ક અને ગેસ વેલ્ડીંગનાં શબ્દો ( Welding Terms)

આર્ક અને ગેસ વેલ્ડીંગનાં શબ્દો અને વ્યાખ્યાઓની સમજ :


(1) રૂટ ગેપ            : જોડવામાં આવતા બે ભાગ વચ્ચેના અંતરને રૂટ ગેપ તરીકે ઓળખવામાં આવે છે.

(2) પેરેન્ટ મેટલ       : જોડવામાં આવતું મટીરીયલ કે ભાગોને પેરેન્ટ કહેવાય છે.

(3) પેનીટ્રેશન              : પેરેન્ટ મેટલમાં ફ્યુઝન ઝોનની ઊંડાઈને પેનીટ્રેશન કહેવાય છે.

(4) હીટ અફેકટેડ ઝોન : વેલ્ડની નજીક રહેલ જેટલી મેટલના ગુણધર્મો વેલ્ડીંગ હીટનાં કારણે બદલાય છે.

(5) રૂટ                 : જોડવામાં આવતા બે ભાગ વચ્ચેના ઓછામાં ઓછા અંતરને રૂટ કહેવામાં આવે છે.

(6) રૂટ ફેસ             : રૂટ પાસે તીક્ષ્ણ ધારોને નિવારવા માટે જોડાતી બે ફેસની રૂટ એજનાં ફ્યુઝન પામતા ક્ષેત્રને 

                         ઘસીને સ્કેવર બનાવવાની ક્રિયાને રૂટ ફેસ કહેવાય છે.

(7) રૂટ રન                    : જોઈન્ટનાં રૂટમાં વેલ્ડ કરી જમા કરવામાં આવતી પ્રથમ લાઈનને રૂટ રન કહે છે.

(8) રન                         : વેલ્ડીંગનાં એક પસાર થતા સ્ટ્રોકમાં જમા થતી ધાતુને રન કહેવામાં આવે છે.

(9) રેનફોર્સમેન્ટ            : પેરેન્ટ મેટલની સપાટી પર જમા થતી ધાતુને અથવા બંનેરોને જોડતી લાઈન પર વધારાની

                         ધાતુને રેનફોર્સમેન્ટ કહે છે.

(10) રો                          : વેલ્ડ ફેસ બેઝ મેટલને જે જગ્યાએ અડકે તેનેરોકહેવામાં આવે છે.

(11) વેલ્ડ જંકશન       : ફ્યુઝન થ્રેડ / અને હીટ અફેકટેડ ક્ષેત્ર વચ્ચેની સીમાને વેલ્ડ જંકશન કહેવાય છે.

(12) ફ્યુઝન ઝોન       : જે ઊંડાઈ સુધી મુખ્ય ધાતુને પીગાળવામાં આવે છે તેને ફ્યુઝન ઝોન કહેવામાં આવે છે.


Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *