કાસ્ટ આયર્ન વેલ્ડીંગ ( Cast Iron Welding )

કાસ્ટ આયર્નનું ગેસ વેલ્ડીંગ તથા આર્ક વેલ્ડીંગની સમજ :-

- વેલ્ડીંગ ઓપરેશન, ગરમ કરેલા, કમજોર ઓછા લાલ ગરમ કાસ્ટ આયર્ન ટુકડાઓ પર કરવામાં આવે છે.

- બ્લો પાઈપનો એન્ગલ વેલ્ડ લાઈનથી 600 થી 700  અને ફિલર રોડનો એન્ગલ 400 થી 500 હોવા જોઈએ.

- ફિલર રોડને કોઈ ગતિ આપ્યા વગર બ્લો પાઈપને થોડીક ગતિ આપી લેફ્ટવર્ડ અથવા ફોરહેન્ડ ટેકનીકનો ઉપયોગ કરી પહેલી લેયર પૂર્ણ કરવી.

- રોડનાં ગરમ છેડાને અમુક સમયાંતરે પાવડર ફ્લાક્સમાં ડૂબાડવી જોઈએ.

- પહેલી લેયર પૂર્ણ કર્યા પછી, જોબને એકસરખું ગરમ કરવા માટે ફ્લેમને તેની પર ફેરવી અને જોબની સપાટી કરતા વેલ્ડ મેટલને થોડી વધારે પ્રમાણમાં ડીપોઝીટ કરતા બીજા લેયર પૂર્ણ કરવું.


- બીજા લેયરની વેલ્ડીંગની રીત પહેલા લેયરની જેમજ રાખો.

- બીજી લેયર પૂર્ણ કર્યા પછી, જોબને એકસરખું ગરમ કરવા માટે આખા જોબ પર ફ્લેમને ફેરવો એને પોસ્ટ હિટીંગ કહેવામાં આવે છે. ત્યારબાદ જોબને ચુનાનાં ઢેરમાં દબાવી ધીમે-ધીમે ઠંડુ થવા દેવી, મોટા જોબ માટે ઝડપી કુલીંગનાં કારણે તિરાડ અને બીજી વિકૃતિઓને અટકાવવા માટે જોબને પ્રીહિટીંગ ફર્નેસમાં રાખો અને ધીમે-ધીમે ઠંડુ થવા દો.

- ઠંડા થયા પછી ફીનીશ્ડ વેલ્ડની સપાટી પરથી વાયરબ્રશ વડે બ્રશિંગ અને સ્ક્રેપીંગ કરી સ્લેગ અને ઓકસાઈડ દુર કરી શકાય છે.

- વેલ્ડને હેમરીંગ કરવું જોઈએ નહિ.




Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *