વેલ્ડીંગ એ મેંટલ જોઈનીંગ પ્રોસેસ (ધાતુ જોડાણ પદ્ગતિ) છે. ધાતું ને જોડવાની રીતો આશરે 3000 વર્ષ પુરાણી છે. વેલ્ડીંગનો ઉદભવ કદાચ ધાતુને આકાર આપવાની રીતમાંથી થયો હશે. ઉઘોગોમાં દરેક કામદાર એક યા બીજી રીતે અને મશીનોને મદદથી ધાતુનાં આકાર બદલવાની પ્રક્રિયા કરતો રહે છે.
* ધાતુને આકાર આપવાની પ્રક્રિયા (shaping of metals):-
ધાતુંના આકાર બદલવાની પધ્ધતિ પૈકિ નીચે મુજબની પધ્ધતિઓ સામાન્ય રીતે વપરાતી હોય છે:-
- ફોર્જીંગ - મોલ્ડીંગ/કાસ્ટીંગ
- કટીંગ - જોઈનીંગ
1 ) ફોર્જીંગ (Forging) :-
આ પધ્ધતિની મદદથી ધાતુનો આકાર બદલવામા આવે છે. આ માટે ધાતુને ફોર્જ (ભઠ્ઠી) માં ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને એંવીલ પર ગોઠવી તેના પર હેમરીંગ કરવામાં આવે છે. તેના ઉદાહરણ તરીકે લુહાર દ્વારા ઘડવામાં આવતી ચીજલ, પંચ વિગેરે છે.
2) મોલ્ડીંગ (Moulding) :-
આ પધ્ધતિમાં ધાતુનો આકાર બદલવા માટે તેને પ્રવાહી સ્વરૂપમાં આવે ત્યાં સુધી પીગાળવામાં આવે છે. ત્યારબાદ તેને અગાઉ થી તૈયાર કરેલ મોડલમાં રેડવામાં આવે છે. તેને ઠંડુ પાડવા દેવાથી મોલ્ડનો જે આકાર હોય છે. તે આકાર ધાતુ ધારણ કરે છે. તેના ઉદાહરણ તરીકે બેંચ વાઇચ, મશીનની બેડ, ડ્રાય પાન, પ્રેશર કુકર વિગેરે છે.
3 ) કટીંગ (Cutting) :-
આ પધ્ધતિમાં ધાતુના ટુકડામાંથી વધારાની ધાતુ દુર કરીને જરૂરી આકાર મેળવવામાં આવે છે. દા.ત. ફીટીંગ, ટર્નીંગ, મશીનીંગ, શીયરીંગ, ગેસ વગેરે છે.
4 ) જોઈનીંગ (Joining) :-
A) વેલ્ડીંગ (welding) :-
B) સોલ્ડરીંગ (soldering) :-
આ પધ્ધતિનો ઉપયોગ કરી બનતો જોઈન્ટ અર્ધ કાયમી પ્રકારનો હોય છે. પાતળી ધાતુને જોડવા માટે જોડણ માધ્યમ તરીકે સોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતમા જોડવામાં આવતી ધાતુ કરતાં સોલ્ડરનું ગલનબિંદુ સુધી (40૦̊ c થી નીચે) ગરમ કરવામાં આવે છે.
c) બ્રેજીંગ (Braizing) :-
આ પધ્ધતિ સોલ્ડરીંગને મળતી પ્રક્રિયા છે. પરંતુ તેનાં વડે મળતા જોઈન્ટની મદદથી મજબૂતાઈ વધારે હોય છે. તેમા જોડાણ માધ્યમ તરીકે બ્રાસનો ઉપયોગ કરવામાં આવે છે. જે સોલ્ડર કરતાં ઊંચુ ગલનબિંદુ ધરાવે છે. આ જોઈન્ટ પણ અર્ધ કાયમી પ્રકારનો હોય છે. તેને ખોલવા માટે તેને બ્રાસનાં ગલનબિંદુ સુધી (850-950°c) ગરમ કરવામાં આવે છે.
D) રીવેટીંગ (Riveting) :-
આ પધ્ધતિ એક કામચલાઉ જોડાણ પ્રવૃતી છે. આ પ્રદ્વતિમાં ધાતુનાં બે વર્કપીસને એકબીજા પર ગોઠવવામાં આવે છે. ત્યારબાદ તે બંન્ને માથી પસાર થતો એક હોલ પાડવામાં આવે છે. આ હોલ માથી રીવેટ પસાર કરી તેના હેડ પર હેમરીંગ કરી ફેલાવી દેવામા આવે છે. આ જોઈન્ટને ખોલવા માટે રીવેટના હેડનું કટીંગ કરીને વર્કપીસને અલગ કરી શકાય છે.
E) બોઈટીંગ (Boiting) :-
F) સિમિંગ (Seaming) :
0 Comments:
Post a Comment