( બેઝીક ઈલેક્ટ્રીસીટી ) Basic Electricity

                                         ઈલેક્ટ્રીસીટીના સંદર્ભમાં એવી જાણ છે કે આખી થીયરી ત્રણ અવયવો વોલ્ટેજ, કરંટ (i) તથા અવરોધ (R) ની મદદથી ચલાવમાં આવે છે.

à ઇલેકટ્રીસીટી એક એવી અદ્શ્ય શકિત છે. જેની મદદથી લાઇટ, પંખા, ઈલેક્ટ્રીક મોટર તથા આર્ક વેલ્ડીંગ મશીન ચલાવી શકાય છે.

વિધુત પ્રવાહ (electric current)

à ઇલેકટ્રોનીક ગતીને કરન્ટ કહેવામાં આવે છે.

à તેને આઇ વડે દર્શાવાય છે.

à તેને એમ્પીયરમાં માપવામાં આવે છે.

à તેને માપવા માટેના સાધનને એમ્પીયર મીટર કે એમીટર કહે છે.

à વિધુત પ્રવાહના બે પ્રકાર છે.

     (1) A/C                              (2) D/C

 

(1) ઓલ્ટરનેટીંગ કરંટ (alternating currend)A/C

à એક સેકન્ડ (sec) માં કોઇ ચોકકસ સંખ્યામાં કરંટ તેની માત્રા બદલે અને દિશા બદલે તેવા કરંટને A/C કહેવાય

à આપણા દેશમાં સંખ્યા 50 ની છે.

à બદલાવાના દરને ફ્રીકવન્સી (આવૃતી) કહેવાય છે.

à તેની હર્ટઝ (hertz) / Hz વડે દર્શાવાય

 

(2) ડાઈરેકટ કરંટ (Direct current D/C )

à એવો ઈલેક્ટ્રીક કરંટ કે જે એક ચોકકસ દિશામાં વહેતો હોય તેને ડી/સી કહેવાય

à તેમા ઇલેકટ્રોનનો પ્રવાહ નેગેટીવ થી પોઝીટીવ તરફનો હોય છે.

વિધુત દબાણ (electric pressure)

à તેને વોલ્ટેજ અથવા ઇલેકટ્રોમોટીવ ફોર્સ કહેવાય જે વિધુત પ્રવાહને વહેવા માટે જરૂરી દબાણ પુરૂ પાડે

à તેને વોલ્ટેજ (VOLT, V) માં માપવામા આવે છે.

à તેને માપવા માટે નાં સાધનનુ નામ વોલ્ટમીટર છે.

* વિધુત અવરોધ (electric Resisttance)

à પદાર્થનો એવો ગુણધર્મ છે કે જેના કારણે તે પોતાનામાથી વહેતા વિધુત પ્રવાહનો સામનો કરે.

à તેને માપવાનો એકમ ઓહમ (ohm) છે.

à તેને વડે દર્શાવાય છે.

à તેને માપવા માટેના સાધનનું નામ ઓહમ મીટર / મેગર છે.

à કોઇપણ પદાર્થમાં રહેલ અવરોધ આધાર નિચેના પૈકી કોઇ પણ પર રહે છે.

  - વાહકની પ્રક્રુતિ         - વાહકની લંબાઇ

  - વાહકનો આડછેડ       - વાહકનુ તાપમાન

* વાહક (conductor)

à એવો પદાર્થ કે જેમાંથી ઈલેક્ટ્રીક કરંટ પસાર થાય તેને વાહક કહે છે.

જેમ કે કોપર, Al, સ્ટીલ વગેરે........

* અવાહક(Insulator)

à એવો પદાર્થ કે જેમાંથી ઈલેક્ટ્રીક કરંટ પસાર થાય.

જેમ કે કાચ, લાકડુ, પ્લાસ્ટીક વગેરે....

* ઈલેક્ટ્રીક સરકીટ (Electric Circuit)

à ઈલેક્ટ્રીક કરંટ પોતાના વહેણ દરમ્યાન જે રસ્તે આગળ વધે તેને સરકીટ કહેવાય.

à દરેક ઈલેક્ટ્રીક સરકીટ માં I, V અને R હોય છે.

à તેના પ્રકાર નીચે પ્રમાણે છે



(1) શ્રેણી જોડાણ (Series Circuit)

à સરકીટમાં રહેલા અવરોધો એક પછી એક એમ એકબીજાની સાથે જોડવામાં આવે છે. જે એક શ્રેણી ની રચના કરતા હોય તેને શ્રેણી જોડાણ કહે છે.

à તેમાં કરંટને વહેવાનો રસ્તો એક છે.

 



(2) સમાંતર જોડાણ (Parallel Circuit)

à સરકીટ માં રહેલા અવરોધો બાજુ બાજુએથી એકબીજા સાથે જોડી અને મુખ્ય સ્ત્રોત સાથે જોડવામાં આવે છે.

à પ્રકારની સરકીટમાં કરંટ એક કરતા વધુ રસ્તે આગળ વધે છે.

 

 


* ઓહમનો નિયમ (Ohm’s rule)

à . 1827 માં જ્યોર્જ એસ ઓહમ નામના ગણીત કારે શોધેલ નિયમને ઓહમનો નિયમ કહે છે. જે નીચે પ્રમાણે છે.

àએક બંધ વીજ પરીપથમાં, અચળ તાપમાને, કરંટ વોલ્ટેજના સમપ્રમાણમાં અને રઝીસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.”

à ત્રણે વચ્ચેનો સબંધ નીચેના સુત્ર પરથી જાણી શકાય

                     I=V/R ;    V=IR,    R=VI

જ્યાં  I= કરંટ      V= વોલ્ટેજ      R= અવરોધ


Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *