રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC- National Skill Development Corporation) દ્વારા એક ડિજિટલ પ્લેટફોર્મ e-Skill India, રાષ્ટ્ર ના યુવા વર્ગને કૌશલ્ય પ્રદાન કરવા માટે ભારત સરકારએ તૈયાર કર્યું છે.
વિવિધ નોલેજ પાર્ટનર દ્વારા 20+ ક્ષેત્ર માં જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ કોર્સ તૈયાર કરવામાં આવેલ છે જેથી તમે તમારી અનુકુળતા એ અભ્યાસ કરી પોતાના કૌશલ્ય માં વધારો કરી શકો છો તથા આવકના સ્ત્રોત ઉભા કરી શકો છો.
આ પ્લેટફોર્મ પર કૃષિ , એપેરલ & હોમ ફર્નીશિંગ, ઓટોમોટિવ, બ્યુટી & વેલનેસ, બેન્કિંગ ફાઇનેન્શ્યલ સર્વિસ & ઇન્શ્યોરન્સ, કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, ફર્નીશીંગ, જ્વેલરી, કોમ્પ્યુટર, સ્વાસ્થય, મેનેજમેન્ટ, મીડિયા & એન્ટરટેઇનમેન્ટ, પ્લમ્બિંગ, રિટેઇલ, ટેલિકોમ, ટેક્સટાઇલ, ટુરિઝમ, એમ્પ્લોયબિલિટી એમ આ બધા ક્ષેત્ર માં જુદા-જુદા કોર્સના વિડીઓ ટ્યુટોરીઅલ ઉપલબ્ધ છે. મોટા ભાગના કોર્સ નુ માધ્યમ હિન્દી અથવા અંગ્રેજી છે.
આ પોર્ટલ પર ઉપલબ્ધ કોર્સ માં એનરોલ થવા માટે, તમારે સૌપ્રથમ Register/Sign-Up કરવું પડશે। Sign-up થય ગયા બાદ ગમે તે કોર્સ માં એનરોલ થાય શકાશે। ઘણા કોર્સ Free છે તો ઘણા Paid કોર્સ અને સર્ટીફીકેશન વાળા કોર્સ પણ છે. પોર્ટલ પર કેવી રીતે Sign-Up કરવું અને કોર્સ કેવી રીતે મેનેજ કરવા તેની માટે નીચે વિડીઓ ટ્યુટોરીઅલ જુવો:
Sign-Up Procedure:
1. વેબપેજ પર ઉપરની જમણી બાજુ રહેલ Sign-Up બટન પર ક્લીક કરો, તેમાં User પરથી New User પર ક્લીક કરવું।
Sign-Up ➞ User ➞ New User
2. નીચે દાર્શવેલ બધી માહિતી એન્ટર કરવી।
FirstName: તમારું નામ લખવું
LastName: તમારી સરનેમ લખવી
Mobile: મોબાઈલ નંબર લખશો એટલે તરત તેની ઉપર Verify લખાયને આવશે। આ Verify બટન પર ક્લીક કરવાથી તમારા મોબાઈલ માં OTP આવશે। તે OTP નાખશો એટલે મોબાઈલ નંબર Verify થય જશે. આ જરૂરી છે, તેના વગર Sign-up થશે નહિ.
Mail id: અહીંયા તમારો કોઈ પણ e-mail જેમકે G-mail છે તેનો માઈલ -આઈડી નાખવો। મોબાઈલ ની જેમ જ અહીંયા E-mail ID Verify કરવાનું રહેશે। OTP તમારા e-mail માં આવશે।
નોંધ : Mobile અથવા E-mail નું વેરીફીકેશન કોઈ પણ એક Sign-up કરવા માટે જરૂરી છે.
નોંધ : Mobile અથવા E-mail નું વેરીફીકેશન કોઈ પણ એક Sign-up કરવા માટે જરૂરી છે.
Gender: તમારી જાતિ પસંદ કરવી
Year of Birth: તમારી ફક્ત જન્મ ની સાલ લખવાની છે.
State: તમારું રાજ્ય પસંદ કરવું
Choose Password: અહીંયા યાદ રહે તેવો પાસવર્ડ નાખવો, જે ઓછા માં ઓછા ૮ અક્ષર તથા વધુ માં વધુ ૧૨ અક્ષર નો હોવો જોઈએ।
Re-enter password: ઉપર આપેલો પાસવર્ડ ફરીથી ટાઈપ કરવો
છેલ્લે I Accept Terms and Conditions of NSDC ના બટન પર ક્લીક કરવું।
ત્યારબાદ એક નાનું Pop-Up જેવું પેજ આવશે તેમાં Accept and Agree ના બટન ઉપર ક્લીક કરવું।
ત્યારબાદ એક નાનું Pop-Up જેવું પેજ આવશે તેમાં Accept and Agree ના બટન ઉપર ક્લીક કરવું।
હવે Sign-In નું પેજ ખુલશે।
UserType: User પર ક્લિક કરવું
E-mail / Mobile: તમારો E-mail અથવા મોબાઈલ નંબર બન્ને માંથી કોઈ પણ એક જે તમે OTP દ્વારા વેરીફાય કર્યું છે તે નાખવું।
Password: તમારો પાસવર્ડ એન્ટર કરવો
આ ચેકબોક્સ માં ટીક કરવું ➞✅ I am not Robot
ત્યારબાદ Login બટન પર ક્લિક કરવું।
Login કાર્ય બાદ તમે કોઈ પણ કોર્સ પર ક્લીક કરીને તેની વિગત જોઈ શકો છો, જેમકે કોર્સ કેટલા કલાક નો છે, કોર્સના ભાષા નું માધ્યમ શું છે. પ્રીવ્યુ વિડીઓ પણ હશે જેના દ્વારા વધુ માહિતી કોર્સ વિષે મેળવી શકાશે।
ત્યારબાદ કોર્સ જોઈન કરવા માટે Enroll બટન પર ક્લીક કરવું।
0 Comments:
Post a Comment