વેલ્ડીંગ પોલારીટી ( Welding Polarity )

 પોલારીટી વેલ્ડીંગ પરિપથમાં કરંટ વહેવાની દિશા દર્શાવે છે.


  •  D.C. કરંટ હંમેશા પારંપરિક થીયરી પ્રમાણે પોઝીટીવ ટર્મિનલ થી નેગેટીવ ટર્મિનલ તરફ વહે છે.
  •  ઈલેક્ટ્રીકલ થીયરી પ્રમાણે નેગેટીવ છેડાથી પોઝીટીવ છેડા તરફ વહે છે.
  •  ઈલેક્ટ્રોન હંમેશા નેગેટીવ છેડાથી પોઝીટીવ છેડા તરફ વહે છે.
  •  AC પાવર તેના પોલ વારંવાર બદલતો હોવાથી તેમાં આપણે પોલારીટીનો ઉપયોગ કરી શકતા નથી.
  •  વેલ્ડીંગમાં પોલારીટીની મહતા : DC વેલ્ડીંગ પોઝીટીવ છેડા 2/3 થી અને નેગેટીવ 1/3 છેડાથી ગરમી છુટી પડે છે. ઈલેક્ટ્રોડ અને બેઈઝ મેટલમાં ગરમીની આવી અસમાન વહેંચણીથી, સફળતાપૂર્વક વેલ્ડીંગ માટે પોલારીટી એક અગત્યનો ભાગ ભજવે છે.

 

પોલારીટીનાં પ્રકાર અને ઉપયોગો :


- સ્ટ્રેઈટ પોલારીટી અથવા નેગેટીવ ઈલેક્ટ્રોડ

- રીવર્સ પોલારીટી અથવા પોઝીટીવ ઈલેક્ટ્રોડ

 

સ્ટ્રેઈટ પોલારીટી :


  • સ્ટ્રેઈટ પોલારીટીમાં ઈલેક્ટ્રોડને પાવર સ્ત્રોતનાં નેગેટીવ છેડા સાથે અને જોબને પોઝીટીવ છેડા સાથે જોડવામાં આવે છે
  • તેનો ઉપયોગ ઓછા કોટિંગવાળા અને મધ્યમ કોટિંગવાળા ઈલેક્ટ્રોડ માટે અને જાડા આડછેદમાં ડાઉન પોઝીશનમાં વધુ ફ્યુઝન અને પેનીટ્રેશન મેળવવા માટે થાય છે.

 

રીવર્સ પોલારીટી :


  • રીવર્સ પોલારીટીમાં ઈલેક્ટ્રોડને પાવર સ્ત્રોતનાં પોઝીટીવ છેડા અને જોબને નેગેટીવ છેડા સાથે જોડવામાં આવે છે
  • તેનો ઉપયોગ નોન ફેરસ મેટલને વેલ્ડીંગ કરવા માટે, કાસ્ટ આર્યનને વેલ્ડીંગ કરવા માટે, સ્થિતિ પ્રમાણેની વેલ્ડીંગ માટે, વધુ અને અત્યંત વધારે કોટિંગવાળા ઈલેક્ટ્રોડથી વેલ્ડીંગ કરવામાં શીટ મેટલ વેલ્ડીંગ કરવા માટે કરવામાં આવે છે.


Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *