એસીટીલીન અને તેના ગુણધર્મ ( Acetylene & its Properties )

A.પ્રાસ્તાવિક

            એસીટીલીન બળતણ ગેસ છે. જે ઓક્સીજન સાથે મળીને બહુ વધારે ઉષ્ણતાપમાન ઉત્પનન કરે છે. કારણ કે તેમાં બીજી બળતણ ગેસ કરતા કાર્બનની માત્રા 92.3% હોય છે(24 ભાગ) અને ઓક્સિ-એસીટીલીન ફેલમનો ઉષ્ણતાપમાન 31000C થી 33000C હોય છે.

B.એસીટીલીન ગેસનું બંધારણ

            એસીટીલીનમાં કાર્બન 92.3% (24 ભાગ) અને હાઈડ્રોજન 7.7%(2 ભાગ)હોય છે. તેની રાસાયણિક સના C2 H2 છે. જે દશાવે છે. કે તેમાં કાર્બનના બે અણું  હાઈડ્રોજનના બે અણું સાથે સંયોજીત છે.

C.એસીટીલીન ગેસના ઉત્પાદન સિધ્ધાંતો

            તે કેલ્શિયમ કાર્બાઈડ અને પાણી વચ્ચેની રસાયણિક પ્રકિયાનું ઉત્પાદન છે. જ્યારે કેલ્શિયમ કાર્બાઈડને પાણીમાં ઉમેરવામાં આવે છે. ત્યારે તે કિયા કરી એસીટીલીન અને કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ ઉત્પન્ન કરે છે.

            કેલ્શિયમ કાર્બાઈડ કેલ્શિયમ અને કાર્બનનું બંધારણ છે. પાણી હાઈડ્રોકસાઈડ અને ઓક્સીજનનું બંધારણ છે. જયારે કેલ્શિયમ કાર્બાઈડ પાણી સાથે કિયા કરે છે. ત્યારે કેલ્શિયમ કાર્બાઈડનું કાર્બન પાણીમાં હાઈડ્રોજન સાથે કિયા કરી એસીટીલીન ગેસ બનાવે છે. કેલ્શિયમ  પાણીમાં ઓક્સીજન અને હાઈડ્રોજન સાથે સયોજન  કરી કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ બનાવે છે.

D.એસીટીલીન ગેસના ઉત્પાદન કરવાની રીતો

            એસીટીલીન જનરેટમાં એસીટીલીન ગેસ બે રીતના આધારે ઉત્પન્ન કરવામાં આવે છે.

પાણી થી કાર્બાઈડ રીત કાર્બાઈડ થી પાણીની રીત

            પાણીથી કાર્બાઈડની રીતમાં એસીટીલીન ઉત્પન્ન કરવા માટે કેલ્શિયમ કાર્બાઈડ પર પાણી નાખવામાં આવે છે.

        પાણીથી કાર્બાઈડની રીતમાં એસીટીલીન ઉત્પન્ન કરવા માટે કેલ્શિયમ કાર્બાઈડના ટુકડાંઓ પાણીના જથ્થામાં નાખવામાં આવે છે. એસીટીલીન જનરેટર એક એવો સાધન છે. જે એસીટીલીન ગેસ ઉત્પન્ન કરવા માટે કેલ્શિયમ કાર્બાઈડઅને પાણીના જથ્થાને યોગ્ય પ્રમાણમાં નજીક લાવે છે.

એસીટીલીન જનરેટર બે પ્રકારના હોય છે.

-     પાણીથી કાર્બાઈડ પ્રકારના એસીટીલીન જનરેટ

-     કાર્બાઈડથી પાણી પ્રકારના એસીટીલીન જનરેટ

I.એસીટીલીન ગેસના ગુણધમોં અને લાક્ષણિકતાઓ

            તે રંગહીન હોય છે અને હવા કરતાં હળ્કા હોય છે. તેનો વિશીષ્ટ ગુરૂત્વ હવા કરતાં 0.9056 છે. તે અત્યત જવલનશીલ છે અને બહું તીવ્ર ફ્લેમ આપે છે. તે પાણી અને આલ્કોહોલમાં ભળી જાય છે. અશુદ્ધ એસીટીલીન ગેસ લસંણ જેવી ગંધ આપે છે. તેને તેની ખાસ ગંધથી ઓળખી શકાય છે.

J.એસીટીલીન ગેસના ગુણધમોં

            અશુદ્ધ એસીટીલીન કોપર સાથે કિયા કરીને વિસ્ફોટક પદાર્થ કોપર ઓકસાઈડ બનાવે છે. તેથી શુદ્ધ કોપરનો ઉપયોગ એસેટિલીન પાઈપ લાઈન માટે કરતો નથી. જ્યારે તે હવામાં 40% અથવા તેના કરતાં વધારે ભળી ત્યારે તે ગુગળામળ ઉત્પન્ન કરે છે. તેની હવામાં 3 થી 80 ટકાની હાજરી તણખામાથી પણ વિસ્ફોટ કરી શકાય છે. જ્યારે  તેને ઉચ્ચ દબાણ પર રાખવામા આવે છે. ત્યારે તે અસ્થાયી અને અસુરક્ષિત હોય છે એટલે તેને ખુલ્લી અવસ્થામાં સગ્રહં કરવાનો સુરક્ષિત દબાણ 1Kg/cm2 છે. સામાન્ય ઉષ્ણતાપમાન અને દબાણ (N.T.P) પર તેનો વિશિષ્ટ વજન 1.091Kg/cm2 હોય છે. (સામાન્ય ઉષ્ણતાપમાન 200C  અને સમાન્ય દબાણ પારાના 760mm અથવા 1Kg/cm2 જેટલું હોય છે.) સામાન્ય N.T.P. પર પ્રવાહી એસીટોનનો એક જથ્થો એસીટીલીન ગેસના 25 ભાગ જેટલા જથ્થાને ઓગળી શકે છે. તે 200C અને 1Kg/cm2 પર 25X15=375 એસીટીલીન ગેસ ઓગળી શકે છે. એસીટીલીન  સીલીન્ડરમાં 15Kg/cm2 ના દબાણથી ઓગાળવામાં આવે છે. અને તેથી  તેને  શકાય છે. જ્યારે તેને 83.60Cઅથવા તેના કરતાં નીચે ઉષ્ણતામાને ઠડી કરવામાં આવે છે. ત્યારે તે જામી જાય છે. એસીટીલીનના  પૂર્ણ જથ્થાના દહન માટે ઓક્સીજનના 2.5 કદની જરૂર હોય છે.



Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *