એસીટીલીન ગેસ પ્યોરીફાયર ( Acetylene Gas Purifier )

A.પ્રસ્તાવના

            એક વતૃળકારક સાધન છે. જેનો ઉપયોગ ઉત્પન્ન થયેલ એસીટીલીન ગેસને શુદ્ધ કરવા માટે થાય છે. તેને બ્લો પાઈપ અને એસીટીલીન જનરેટર વચ્ચે ફિટ કરવામાં આવે છે.

જરૂરિયાત  ઉત્પન્ન થયેલ એસીટીલીન ગેસમાં નીચે જણાવેલ અશુદ્ધિઓ હોય છે.

-     સલ્ફ્યુરેટેડ હાઈડ્રોજન

-     ફોસ્ફોરેટેડ હાઈડ્રોજન

-     એમોનિયા

-     ચુનાની ધૂળ (લાઈમ ડસ્ટ)

-     પાણીની વરાળ

અશુદ્ધિઓને દુર કરવામાં આવે તો નીચે જણાવેલ નુકશાન કારક અસરો થાય છે

-     ફ્લેમનું તાપમાન ઘટી જાય છે

-     ધાતુ જોડે રીએક્સન થાય છે અને બ્લો હૉલ પોરોસિટી જેવી વેલ્ડીંગ ખામીઓ ઉત્પન્ન થાય છે

વેલ્ડીંગ અને કટીંગ માટે વપરાતા એસીટીલીન ગેસ માથી અશુદ્ધિઓ દુર કરવી જોઈએ. તે માટે યોગ્ય પ્રકારનું ગેસ પ્યોરીફાયર વપરાય છે.

B. ગેસ પ્યોરીફાયરનું કાર્ય સિધ્ધાંત

            એસીટીલીન ગેસ પ્યોરીફાયરની નીચેની ચેમ્બરમાં આવેલી ગેસ ઈનલેટ પાઈપમાં જનરેટર માથી એસીટીલીન ગેસ દાખલ થાય છે. અને ત્રણ વિભાગમાં પસાર થઈ ઉપર આવેલી આઉટલેટ પાઈપમાથી બહાર આવે છે.

            પહેલા કમ્પાર્ટમેન્ટમાં પ્યુમાઈસ પથ્થર હોય છે જે એસીટીલીનમાથી ભેજ શોષી લે છે. બીજા કમ્પાર્ટમેન્ટમાં સાફ કરવાવાળા રસાયણ હોય છે સલ્ફરેટેડ અને ફોસ્ફોરેટેડ હાઈડ્રોજનને દુર કરે છે. ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં ફિલ્ટર વુલ હોય છે, ડસ્ટ (ચુનાના કણો) અને બીજા બહારના અન્ય પદાર્થોને સાફ કરે છે. જ્યારે ગેસ પાણીમાથી પસાર થાય છે, ત્યારે એમોનિયા દુર થાય છે.

શુદ્ધ એસીટીલીન ગેસ ચકાસવાની રીતો 10% સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ભીનું કરેલ ફિલ્ટર પેપરને શુંદ્ધ કરેલ વહેતી એસીટીલીન ગેસના પ્રવાહમાં 10 સેકન્ડ સુધી પકડો જો તે બરાબર રીતે શુંદ્ધ થયેલ હશે તો ફિલ્ટર પેપર પર ભૂરા રંગનો ડાગ દેખાશે નહીં જો ગેસ અશુદ્ધ હશે તો ફિલ્ટર પેપર ભૂરા રંગમાં બદલાઈ જશે.


C. ડિઝોલ્વડ એસીટીલીન ગેસ સીલીન્ડર

એક સ્ટીલનું કન્ટેઇનર છે જેનો ઉપયોગ હાઈ પ્રેશર એસીટીલીન ગેસને પ્રવાહી અવસ્થામાં, ગેસ વેલ્ડીંગ અથવા કટીંગ કરવા માટે , સુરક્ષિત રાખવાં માટે થાય છે

CONSTRUCTIONAL FEATURES

        એસીટીલીન ગેસ સીલીન્ડર સાંધા વગરના ડ્રોન સ્ટીલ ટ્યુબ અથવા વેલ્ડ કરેલ સ્ટીલ કન્ટેઇનર હોય છે અને તેને 100 kg/cm2   ના પાણીના દબાણે તપાસવામાં આવે છે સીલીન્ડર ટૉપને ઉચ્ચ પ્રકારના ફોર્જડ બ્રોન્ઝ ધાતુમાંથી બનાવલે, પ્રેશર વાલ્વથી ફિટ કરવામાં આવે છે સીલીન્ડરના વાલ્વના આઉટલેટ સોકેટને ડાબા હાથવાળા સ્ટાનન્ડર્ટ  થ્રેડ હોય છે. જેની સાથે દરેક બનાવટના એસીટીલીન રેગ્યુલેટર જોડી શકાય છે. વાલ્વને ખોલવા કે બંધ કરવા માટે તેની સીલીન્ડર વાલ્વ સાથે સ્ટીલ સ્પીંડલ ફીટ કરેલ હોય છે તેને એક જ્ગ્યાથી બીજી જ્ગ્યા લઈ જતી વખતે વાલ્વને નુકશાન થાય તેના ઉપર એક સ્ટીલ કેપ બેસાડેલ હોય છે DA સીલીન્ડરની બોડી ને મરૂન રંગથી રંગવામાં આવે છે સીલીન્ડરની સમતા 3.5m - 8.5m હોય છે. સીલીન્ડરનું તળીયુ અંદરની બાજુએ વળેલા હોય છે જેની સાથે ફ્યુઝ પ્લગ લગાડેલ હોય છે જે આસરે 100c પર ઓગળે છે સીલીન્ડરને વધારે ઊસ્ણતામાન લાગુ પડે ત્યારે ફયુઝ પ્લગ ઓગળી જાય છે અને સીલીન્ડરના અંદરનું પ્રેસર સીલીન્ડરને નુકસાન કરે , તેને તોડી નાખે , તે પહેલા ગેસને બહાર જવા ડે છે. ફ્યૂઝ પ્લગ સીલીન્ડરના ઉપરના ભાગમાં પણ ફિટ કરેલ હોય છે

B.DA સીલીન્ડરને ચાંજ કરવાની રીતો

         ગેસ સ્વરૂપ એસીટીલીન ગેસને 1kg/cm કરતાં વધારે પ્રેસર રાખવું સુરક્સિત નથી. એસીટીલીનને સુરક્ષિત સ્થિતીમાં સીલીન્ડર રાખવામાં માટે નીચે જણાવેલ ખાસ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે સીલીન્ડરને નીચે જણાવેલ છિદ્રળું પદાર્થોથી ભરવામાં આવે છે

-pith from corn stalk – fullers earth –lime silica

-ખાસ પ્રકારથી તેયાર કરેલ ચાંરકોલ

-ફાઈબર એસ્બેટોસ

તેના પછી એસીટોંન નામના હાઈડ્રોકાર્બન પ્રવાહીને સીલીન્ડરમાં ચાર્જ કરવામાં આવે છે જે છિદ્રાળુ પદાર્થમાં ભરાઈ જાય છે (સીલીન્ડર 1/3 કદ જેટલું ) ત્યારે પછી આસરે 0.15kg/cm ના પ્રેસરથી એસીટીલીન ગેસ ને સીલીન્ડરમાં ચાર્જ કરવામાં આવે છેપ્રવાહી એસીટોંન એસીટીલીન ગેસને સુરક્સિત રાખવા માટેના માંધ્યમ મોટા જથામાં ઓગળી નાખે છે તેથી ટિસોલ્ડટ એસીટીલીન કહેવામાં આવે છે સામાન્ય વાતાવરણના દબાર્ણ અને ઉસન્તામાને એસીટોંનના 25 ભાગને ઓગળી શકે છે. સામાન્ય ઉસ્ન્તમાન અને 15kg/cm દબાણે ,ગેસ ચાંર્જિંગ ક્રિયા દરમ્યાન પ્રવાહી એસીટોંનનો એક ભાગ 25*15=375 ભાગ એસીટીલીનને ઓગળી નાખે છે.

C. DA સીલીન્ડરને સાંભળવાની સુરક્ષીત રીતો 

      બેકફાયર અને ફ્લેશબેકના કિસ્સામાં ,DA સીલીન્ડરમાં આગ લાગી શકે છે . તરત બ્લોપાઈપના વાલ્વ બંધ કરો. (ઓક્સીજન પહેલા)

ફ્લેસબેક અથવા બેકફાયર થવાના લક્ષણો નીચે મુજબ છે

-બ્લોપાઈપમાંથી ભારે સ્કિવીલીંગ (ચીસો પાડવાની અવાજ ) અથવા હિશિંગ (ચિત્કાર કરવાની અવાજ) અવાજ

-નોઝલમાથી ભારે કાળો ધુમાડો અને તણખાઓ બહાર આવે છે

-બ્લોપાઈનો હેન્ડલ એકદમ ગરમ થઈ જશે

અને કંન્ટ્રોલ કરવા માટે

-     સીલીન્ડરના વાલ્વને બંધ કરો

-     રેગ્યુલેટર સીલીન્ડર વાલ્વથી છૂટું પાડો

-     ફરીથી ઉપયોગમાં લેતા પહેલા બ્લોપાઈપ અને હોઝ પાઈપને ચેક કરો

જો સીલીન્ડર લીકેજ હોવાના કારણે સીલીન્ડરના જોડાણ પર બહારથી આગ લાગેલી હોય ત્યારે

-તરત સીલીન્ડરના વાલ્વને બંધ કરો . (સુરક્ષા માટે એસ્બેટોસના ગ્લોઝ પહેરો )

-આગ ને ઓલવવા માટે કાર્બન ડાયોકસાડ અગ્નિસામકનો ઉપયોગ કરો

- બીજી વખત ઉપયોગ કરતાં પહેલા લીકેજ પર્ણ રીતે બંધ કરો .

અંદર અથવા ભહારથી આગ લાગવવાના કારણે સીલીન્ડર વધુ ગરમ થઈ ગયું હોય ત્યારે

-     તરત સીલીન્ડરના વાલ્વને બંધ કરો

-     રેગ્યુલેટરને સીલીન્ડરના વાલ્વને છૂટું પાડો

-     સીલીન્ડરને ધુમાડા અથવા આગથી દુર ખુલ્લી જ્ગ્યામાં લઈ જાઓ

-     પાણી છાડી સીલીન્ડરને ડડુ પાડો

      -     તરત ગેસ સપ્લાયસં ને જાણ કરો આવા ખામીયુક્ત સીલીન્ડરને બીજા સીલીન્ડર સાથે રાખવા જોઈએ નહીં


Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *