1. સ્ટીલ - સ્ટીલ એ કાર્બન અને આર્યનની મિશ્ર ધાતુ તરીકે કહી શકાય છે. જેમાં કાર્બન સંયોજિત અવસ્થામાં હોય છે. સ્ટીલના જોઈતા ગુણધર્મો મેળવવા માટે કાર્બનનું પ્રમાણ અગત્યની બાબત હોય છે.
સ્ટીલને મુખ્ય બે ભાગમાં વહેચવામાં આવે છે.
(1) અન એલોય સ્ટીલ/પ્લેન કાર્બન સ્ટીલ
(2) એલોય સ્ટીલ
1.1 સ્ટીલમાં આયર્ન અને કાર્બન સિવાય નિકલ, ક્રોમિયમ, મેગેનીઝ, સીલીકોન, ટંગસ્ટન, વેનેડીયમ, કોબાલ્ટ, મોલીબ્ડેમન, કેડમિયમની મિશ્ર ધાતુનું બનેલું છે.
2.
કાર્બન - કાર્બનને જુદા-જુદા પ્રમાણમાં ઉમેરવાથી આર્યનની જુદી-જુદી ગુણધર્મો બદલાય છે અને તેને હાર્ડ અને વધુ સ્ટ્રોંગ અને એન્જીનીયરીંગ ઉધોગોમાં વધુ ઉપયોગ માટે લાયક બનાવે છે. સ્ટીલમાં કાર્બનના થોડાક ફેરફારથી સ્ટીલના ગુણધર્મોમાં વધુ જ અસર થાય છે. તેના ગુણધર્મોના આધારે તેને વિવિધ કામો માટે વપરાય છે. તેને જુદા જુદા પ્રમાણમાં ઉમેરવાથી જુદી જુદી અસરો થાય છે.
3.
નિકલ - નિકલ એ સ્ટીલમાં ડકટીલીટી અને ટફનેશ વધારવા માટે થાય છે.
4. ક્રોમિયમ - ક્રોમિયમ એ હીટટ્રીટમેન્ટ માટે ઉપયોગી છે. તેમજ સ્ટીલમાં ક્ષાર પ્રતિરોધકતા માટે ઉપયોગી છે.
5.
મેગેનીઝ - મેગેનીઝનો જનરલી ઉપયોગ સ્ટીલમાં હોટ ડકટીલીટી વધારવાનો છે.
6. ટંગસ્ટન - ટંગસ્ટન ઉમેરવાથી સ્ટીલના ગુણધર્મોમાં બદલાવ આવે ખાસ કરી ગરમ એરિયામાં કામ કરી શકે તેવા પ્રકારના ખાસ ટુલ બનાવવા માટે થાય છે.
7.
કોબાલ્ટ - જેનાથી સ્ટીલની હાર્ડનેસ વધે છે. જેથી સ્ટીલટુલ બનાવવા માટે ખાસ ઉમેરવામાં આવે છે.
8. મોલીબ્ડેમન - મોલીબ્ડેમન ઉમેરવાથી સ્ટીલમાં સ્ટ્રેન્થ વધારવા, તે સારી પ્રતિકારક શક્તિ વધારવા માટે તેમજ સ્ટીલ ડાઈ બનવવા માટે ખાસ ઉમેરવવામાં આવે છે.
9.
સીલીકોન - સ્ટીલમાં ઉમેરવાથી તે ઓક્શીડેશનનો અવરોધકતા વધારવા માટે.
0 Comments:
Post a Comment