પ્રીહિટીંગ અને પોસ્ટ હિટીંગ ( Preheating & Postheating )

* પ્રીહિટીંગ :

જ્યારે હાઈકાર્બન સ્ટીલ અને તેમની મિશ્રધાતુઓનુ વેલ્ડીંગ કરવામા આવે ત્યારે ધાતુઓની તન્યતા ઓછી અને શીતલન દર ખુબજ વધારે હોવાથી વેલ્ડમા ખુબજ સ્ટ્રેસીસ ઉદભવે છે. જેથી તેમા તિરાડો પડવાની સંભાવના વધી જાય છે. પરંતુ જો આવી ધાતુઓનુ વેલ્ડીંગ કરતા પહેલા તેને અમુક તાપમાન સુધી ગરમ કર્યા બાદ વેલ્ડીંગ કરવા મા આવે તો કુલિંગ રેટ ઘટે છે. તથા વેલ્ડ દરમ્યાન આપવી પડતી કુલ ઉષ્મા ઓછી હોય છે. આથી તેમા તિરાડો તથા રેસીડ્યુઅલ સ્ટ્રેસીસ ની સંભાવના ઘતાડી શકાય છે. અને ખામી રહીત વેલ્ડ મળે છે. ક્રિયા ને પ્રીહિટીંગ કહેવામાં આવે છે.

-       પ્રીહિટીંગ માટે ની તાપમાન ની હદ નીચેની આકૃતિ માં દેખાડેલ છે.


 નોંધ- હદ માથી બને તેમ ઓછુ તાપમાન પસંદ કરવુ. કરણ કે પ્રીહિટીંગ નુ વધુ તાપમાન HAZ વધારે છે. જેથી સ્ટીલ ગ્રેડ ને નુકસાન થાય છે.

પ્રીહિટીંગ ની રીતો

(1) ઓક્સિ-એસિટીલીન વેલ્ડીંગ થી વેલ્ડ બનાવવા માટેના જોબ ને આજ ફ્લેમ વડ પ્રીહિટીંગ કરવામા આવે છે. (2)  કોલ ગેસ થી ચાલતા બર્નર અને બ્લો પાઈપ નો ઉપયોગ કરી ને. (3)  પ્રીહિટીંગ માટેની ખાસ ફર્નેસ નો ઉપયોગ કરીને. (4)  લુઝ ફાયર બ્રીક્સ વડે ફર્નેસ બનાવી ચાર કોલ ની જ્વાળા માં પ્રિહીટીગ કરવામાં આવે છે.

પ્રીહિટીંગ ની જરૂરીયાત

·         વેલ્ડીંગ કુલીંગ દરમ્યાન ઉદભવતા સ્ટ્રેસીસ ઓછા કરવા માટે.

·          વેલ્ડીંગ દરમ્યાન જરૂરી પડતી કુલ ઉષ્મા ને ઘટાડવા માટે.

·         વેલ્ડ નુ સંકોચન ઘટાડવા માટે.

·         કાસ્ટીંગ અને ફોર્જીગ સ્ટ્રેસીસ ને દુર કરવા માટે.

 

પ્રીહિટીંગ ના ઉપયોગો.

·         કાર્બન સ્ટીલ અને લો અલોય સ્ટીલ વેલ્ડીંગ માં વેલ્ડ મેટેલ ની હર્ડનેસ ઘટાડવા માટે.

·         કાસ્ટ આર્યન સિલિંડર હેડ નુ પ્રીહિટીંગ કરવા માટે.

·         વેલ્ડ ભાગ ના સ્ટ્રેસ દુર કરવા માટે.

·         હેવી કાસ્ટીગ અને ફોર્જીગ નુ સમારકામ દરમ્યાન વેલ્ડીંગ કરવા માટે.

·         પાઈપ જોઈન્ટ બનાવવા માટે.

·         બોઇલર સેલ ના વેલ્ડીંગ માં વપરાતી પ્લેટો ને ગરમ કરવા માટે.

પોસ્ટ હિટીંગ

        વેલ્ડીંગ કરવામાં આવેલા ભાગો માં ઇંટરનલ સ્ટ્રેસીસ રહી જાય છે. આવા ભાગ ઉપર જ્યારે મહતમ લોડ પ્રમાણના સ્ટ્રેસ લાગે ત્યારે બંને નો સરવાળો ડિઝાઇન સ્ટ્રેસ કરતા વધી જાય છે. જેથી જોબ ટુટી જાય છે. આમ વેલ્ડીંગ કર્યા બાદ તેમા રહી જતા આંતરીક સ્ટ્રેસને દુર કરવા માટે પોસ્ટ હિટીંગ કરવામા આવે છે. મેટલના ક્રિટીકલ તાપમાન થી વધુ તાપમાને વેલ્ડેડ ભાગને ગરમ કરવામાં આવતા હોવાથી વેલ્ડ મેટલ અને બેઝ મેટલના ગ્રેઇન સ્ટ્રકચરમા ખુબ ફેરફાર થઈ જાય છે. પોસ્ટ હિટીંગ પ્રક્રીયામા ક્રિટીકલ તાપમાન થી નીચુ તાપમાન વપરાતુ હોવાથી ધાતુઓના ગ્રેઇન સ્ટ્રકચરમા ફેરફાર થતો નથી. આથી પોસ્ટ હિટીંગ કરીને ઇંટરનલ સ્ટ્રેસીસ દુર કરવામાં આવે છે.

પોસ્ટ હિટીંગ ની રીત-

·         ઈન્ડકશન હિટીંગ

·         રેઝીસ્ટંસ હિટીંગ

·         હિટીંગ ઇન સરફેસ કબ્મશન યુનિટ

·         ફર્નેસ હિટીંગ

·         ઈન્ડકશન કોઇલ હિટીંગ

·         પોસ્ટ હિટીંગ માટે ની ખાસ ફર્નેસ

 

પોસ્ટ હિટીંગ ના ઉપયોગો-

·         વેલ્ડેડ પાર્ટસ ના ઇંટરનલ સ્ટ્રેસીસ દુર કરવા માટે

·         વેલ્ડેડ પાર્ટસ ની ડક્ટિલિટી વધારવા માટે.

·         HAZ ઝોન નરમ બનાવવા માટે.

·         ફાઇનલ મશીનીગ દરમ્યાન વેલ્ડેડ પ્રોડકટ નુ ડિસ્ટોર્શન થતુ અટકાવવા માટે

  • વેલ્ડેડ પ્રોડકટ નુ બ્રીટલ ફેઇલ્યોર થતુ રોકવા માટે

Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *