ગેસ પ્રેશર રેગ્યુલેટર્સ ( Gas Pressure Regulators )

ગેસ વેલ્ડીંગ માટે વપરાતા સીલીન્ડરમાં ગેસનુ પ્રેસર ખુબ વધુ હોય છે. જેનો ઉપયોગ સીધો કરી શકાતો નથી. આથી, સીલીન્ડર અને વેલ્ડીંગ ટોર્ચ વચ્ચે પ્રેસર ઘટાડવાની જરૂર ઉભી થાય છે. માટે રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. રેગ્યુલેટર બે પ્રકારના હોય છે.

(1) સિંગલ સ્ટેજ રેગ્યુલેટર (2) ટુ સ્ટેજ રેગ્યુલેટર

(1) સિંગલ સ્ટેજ રેગ્યુલેટર: 

પ્રકાર ના રેગ્યુલેટરમાં એક સ્ટેજમાં ગેસનુ પ્રેસર ઘટાડવામાં આવે છે. જયારે ધીરે ધીરે સીલીન્ડરનો સ્પીન્ડલ ખોલવામાં આવે છે, ત્યારે હાઈ પ્રેસર ગેસ ઈનલેટ વાલ્વ દ્વારા રેગ્યુલેટરમાં દાખલ થાય છે. ત્યાર બાદ ગેસ રેગ્યુલેટરની બોડીમાં દાખલ થાય છે. જ્યાં તેને નીડલ વાલ્વ દ્વારા નિયંત્રિત કરાય છે. રેગ્યુલેટરમાં રહેલ દબાણ વધતા તેને જેની સાથે લગાવેલ છે તે વાલ્વ અને ડાયફ્રામને દબાવે છે. જેથી વાલ્વ બંધ થાય છે, અને વધારાનો ગેસ રેગ્યુલેટરમાં પ્રવેશતો અટકે છે.

       રેગ્યુલેટરના આઉટલેટ સાઈડ એક પ્રેસર ગેજ ફીટ કરેલ હોય છે. જે બ્લો પાઈપનુ વર્કિંગ પ્રેસર દર્શાવે છે. આઉટલેટમાંથી ગેસ આવતો બંધ થવાથી રેગ્યુલેટર ની બોડી માનું પ્રેસર ઘટે છે, અને સ્પ્રિંગના દબાણથી ફરી ડાયફ્રામ પાછો આવે છે. આથી વાલ્વ ખુલે છે અને સીલીન્ડર માંથી ફરી નવો ગેસ રેગ્યુલેટરમાં આવવા લાગે છે. આમ જોતા રેગ્યુલેટરની બોડીનુ પ્રેસર, સ્પ્રિંગ પર આધાર રાખે છે. અને સ્પ્રિંગનો એડજેસ્ટમેન્ટ રેગ્યુલેટર નોબ વડે કરી સકાય છે.

* ટુ સ્ટેજ રેગ્યુલેટર:

પ્રકારના રેગ્યુલેટરમાં આભાસી રીતે એક રેગ્યુલેટરમાં બે રેગ્યુલેટર જેવું કાર્ય થાય છે. જેમાં એકના બદલે બે તબકકામાં ગેસ નુ પ્રેસર ઘટાડવામાં આવે છે. પ્રથમ સ્ટેજમાં કે જે આગાઉથી સેટ કરેલ હોય છે. તે સીલીન્ડર પ્રેસરને વચગાળાના પ્રેસર 1.5 Kg/mm2 સુધી ઘટાડે છે. દબાણે રહેલ  ગેસ પછી બીજા સ્ટેજમાં પ્રવેશે છે. ત્યાંથી બહાર આવતા ગેસ નુ પ્રેસર ડાયાફ્રામ સાથે લગાવેલ કન્ટ્રોલ નોબ થી એડજેસ્ટ કરવામાં આવે છે. ટુ સ્ટેજ રેગ્યુલેટરમાં બે સેફ્ટી વાલ્વ આપેલા હોય છે. જેથી કરીને વધુ પડતા દબાણ થી પણ વિસ્ફોટ થવાની શક્યતા નહિવત રહે છે.

     સિંગલ સ્ટેજ રેગ્યુલેટર નો મોટામાં મોટો વાંધો હોય તો તે વારંવાર ટોર્ચ માં કરવું પડતું એડજસ્ટમેન્ટ છે. કારણ કે જયારે પણ સીલીન્ડર પ્રેસર ઘટે છે ત્યારે રેગ્યુલેટર પ્રેસર પણ ઘટે છે. વારંવાર ટોર્ચનુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મુશ્કેલી ટુ સ્ટેજ રેગ્યુલેટરમાં નિવારી સકાય છે. કારણ કે તેમાં સીલીન્ડર પ્રેસર ઘટવાની સાથે તેને સરભર કરવાં માટે ઓટોમેટિક યુક્તિ આપેલ છે. સિંગલ સ્ટેજ રેગ્યુલેટર સીલીન્ડર અને પાઈપ લાઈન સાથે વાપરી સકાય છે. જયારે ટુ સ્ટેજ રેગ્યુલેટરને સીલીન્ડર અને મેની ફોલ્ડ સાથે વાપરી સકાય છે.

 

* રેગ્યુલેટરના ઓપરેટીંગ સ્ટેપ :

- સીલીન્ડર વાલ્વને ધીરે ધીરે ખોલો

- સટ-ઓફ વાલ્વ પ્રેસર રીડ્યુંસિંગ વાલ્વ ને ખોલો

- એડજેસ્ટિંગ સ્ક્રુને ધીરે ધીરે ફેરવો

- વર્કિંગ પ્રેસર ગેજ તરફ જુવો

- ઈચ્છીત પ્રેસર મળે ત્યાં સુધી એડજેસ્ટીંગ સ્ક્રુ ને ફેરવતા રહો

- બોટમ એડજેસ્ટિંગ સ્પ્રિંગ અને મેમ્બ્રેનમાના ગેસ પ્રેસર વચ્ચે સમતુલન હોય છે. જેને લોકીંગ પીનની સ્પ્રિંગ દ્વારા વિસ્તૃત કરવામાં આવે છે.

 

* રેગ્યુલેટરની અંદર ઓક્સીજન જામી જવો : ઓક્સીજન થ્રોટલિંગ થતા રેગ્યુલેટર ઠરે છે અને ઓક્સીજનમાં રહેલી વોટર વેપરના બરફ ના કણ બને છે. જે ઓરીફીસ ને બંધ કરે છે. કારણો

- રેગ્યુલેટર નાનું

- હાઈ પ્રેસર ઇન્લેટ બાજુ, ઓક્સીજનનો વધારે પ્રમાણમાં ડિસ્ચાર્જ

 

* ખામીનુ નિવારણ : રેગ્યુલેટરને ગરમ પાણી અથવા વરાળ વડે ગરમ કરવાં જોઈએ તેને ગરમ કરવા માટે ફ્લેમ અને બીજી લાલ ચોળ વસ્તુઓ વાપરવી નહી. ગરમ કરીને રેગ્યુલેટરને તેમાંથી ભેજ દુર કરવાં માટે ગેસ પસાર કરવાથી સાફ થાય છે.

- ઘણી વખત રેગ્યુલેટર જામી જતું અટકાવવા બ્લુ વિટીયલ”(Cu2So4)

 

* સંભાળ અને જાળવણી :

- રેગ્યુલેટર ને સીલીન્ડર સાથે લગાવતા પહેલા કનેકસન ચેક કરો તથા સીલીન્ડર ચેક કરીલો.

- સીલીન્ડર વાલ્વ ને ધીરે ધીરે ખોલો અને ગેસને રેગ્યુલેટરમાં પ્રવેશવાદો

- પ્રેસર સ્ક્રુને ઢીલો કરો.

- રેગ્યુલેટર કનેકસનમાં ઓઈલનો ઉપયોગ કરવો નહી.

- ઓક્સીજન અને એસીટીલીન રેગ્યુલેટરને બાજુ બાજુમાં ફિક્સ કરવાં.

- હોઝ પાઈપને રેગ્યુલેટર પર વિટાળો.

- રેગ્યુલેટર સાથે હોઝ ને ફીટ કરવાં હોઝ ક્લીપનો ઉપયોગ કરો.

- સાબુના પણનીનો ઉપયોગ કરી રેગ્યુલેટર કનેક્શનનુ લીકેજ ચેક કરો.

* રેગ્યુલેટરમાં ધ્રુજારી :

ઘણી વખતે હાય પ્રેસરે ઓક્સીજનનો પ્રવેશ લો પ્રેસર ચેમ્બરમાં નોઝલ પુરેપુરી બંધ અને ડાયાફ્રામ સ્પ્રિંગ પુરેપુરી રીલીઝ થયેલી હોય તો પણ ચાલુ રહે છે. સીટ તેની નોઝલ ઉપર ટાઈટ બેસવાથી બને છે. નોઝલ કે સીટ ની સપાટીને નુકસાન થવાથી અથવા બંને વચ્ચે કોઈ પદાર્થ આવી જવાથી ખામી થાય છે. જેથી ડાયાફ્રામ અને લો પ્રેસર ગેજ ફાટી જાય છે. આમ જયારે આઉટલેટ વાલ્વ બંધ હોય અથવા બ્લો વાલ્વ સમયસર ઓપરેટ થયેલ ના હોય ત્યારે બને છે. નોઝલની વચ્ચે થી લીકેજીંગ થવું જોઈએ નહી. 



Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *