હાઈડ્રોલીક બેક પ્રેશર વાલ્વ ( Hydraulic Back Pressure Valve )

A) હાઈડ્રોલીક બેક પ્રેશર સેફટી વાલ્વ

            ફાયરના ભયથી એસીટીલીન જનરેટરને રક્ષણ આપવાનું હોય છે તેને બ્લોપાઈપ અને એસીટીલીન જનરેટરના વચ્ચે ફિટ કરવામાં આવે છે.

B) હાઈડ્રોલીક બેક પ્રેશર સેફટી વાલ્વની જરૂરિયાત

            લો પ્રેશર પધ્ધતિમાં ઓક્સીજન પ્રેશર ઉત્પન્ન થયેલ એસીટીલીન ગેસ પ્રેશર કરતાં વધારે હોય છે વેલ્ડીંગ કરતી વખતે, બેકફાયર થવાના કારણે અથવા નોઝલ ભરાઈ જવાના કારણે હાઈ પ્રેશર ઓક્સીજન એસીટીલીનના ભાગમાં દાખલ થાય છે જેના કારણે તે વિસ્ફોટને નોતરે છે.

            હાઈ પ્રેશર ઓક્સીજન અથવા બેક ફાયરને જનરેટરમાં દાખલ થતી અટકાવવા માટે બ્લોપાઈપ અને જનરેટર અથવા પ્યુરિફાયર વચ્ચે હાઈડ્રોલીક સેફ્ટી વાલ્વ એસીટીલીન પાઈપ લાઈન વચ્ચે ફિટ કરવામાં આવે છે

C) હાઈડ્રોલીક બેક પ્રેશર સેફટી વાલ્વની રચના   

      એક 50 થી 100 mmના વ્યાસ અને 250 mm ઉંડાઈ વાળો ગોળાકાર ધરાવતું સાધન છે

D) કાર્ય સિધ્ધાંત

            ગોળાકાર સાધનને વેન્ટ પાઈપ (v) થી પાણીના લેવલ (D) સુધી પાણીથી ભરવામાં આવે છે જનરેટરથી આવતી ગેસ ઈનલેટ પાઈપ વાલ્વ દ્રારા અંદર દાખલ થાય છે. અને વચ્ચેના પાઈપમાં (p) નીચે જાય છે પરપોટાની આઉટલેટ પાઈપ (R) અને વાલ્વમાં (S) જાય છે પાઈપના (P) નીચે ના છેડે એક બેફલ પ્લેટ ફિક્સ કરેલ હોય છે. બ્લો પાઈપ બાજુથી બેકફાયર અથવા ફ્લેશબેક થવાના કિસ્સામાં, પાણીની સપાટી (A) દબાય છે અને જ્યાં સુધી હોય (H) ખુલ્લું થાય ત્યાં સુધી પાણી વેન્ટ પાઈપમાં દબાય છે બેક ફાયરના કિસ્સામાં બળતી ગેસ, વેન્ટ પાઈપમાથી પસાર થઈ વાતાવરણમાં જાય છે અને જનરેટરમાં જતાં અટકાવે છે.

E) સેફ્ટી

- પાણીનું લેવલ દરરોજ ચકાસવું જોઈએ અને દરેક બેકફાયર પછી પાણી તેના લેવલ સુધી ભરવું જોઈએ

- સાધનને યોગ્ય સમયાંતરે તપાસીને સાફ કરવું જોઈએ. ખાસ કરીને ઈનલેટ પાઈપને ક્રેક માટે તપાસવી જોઈએ.

- પાણીને જામી જતાં અટકાવવા માટે એન્ટી ફ્રિઝીંગ મિકસર (પાણીમાં ગ્લીસરીન ઉમેરવું જોઈએ) નો ઉપયોગ કરવો જોઈએ.
Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *