ડીસોલ્વડ એસીટીલીન(D.A) સીલીન્ડર ( Desolved Acetylene Cylinder )

એસીટીલીન ગેસ સીલીન્ડર :

      નળાકાર સ્ટીલના વાસણમાં હાઈ પ્રેસર એસીટીલીન ગેસ સ્ટોર કરવામાં આવે છે. ગેસ વેલ્ડીંગ અને કટીંગ પ્રક્રિયા માટે તેને સીલીન્ડરમાં ઓગળેલ અવસ્થામાં રાખવામાં આવે છે. આથી તેને ટૂંકમાં DA (Dissolved acetylene) સીલીન્ડર પણ કહે છે.

* રચના :

         સીલીન્ડરને પણ છેડા વગરના સ્ટીલ ને ડ્રોઈંગ કરીને બનાવાય છે. ત્યાર બાદ તેને 100 Kg/cm2 ના દબાણ પર ટેસ્ટ કરવામાં આવે છે. તેના મથાળે એક ઉચ્ચ ગુણવતાના બ્રોન્ઝ નો ફોર્જીંગ કરી બનાવેલ પ્રેસર વાલ્વ બેસાડાય છે. સીલીન્ડરના વાલ્વ આઉટલેટ પર પ્રમાણિત લેફ્ટ હેન્ડ થ્રેડ આપેલ હોય છે. તેની સાથે કોઈ પણ એસીટીલીન રેગ્યુલેટર લગાવી સકાય છે. વાલ્વ ને ખોલવા તથા બંધ કરવાં માટે એક સ્ટીલનો સ્પીન્ડલ આપવામાં આવે છે. વાલ્વને હેર ફેર દરમ્યાન નુકસાન થતો અટકાવવા તેના પર સ્ટીલ કેપ લગાવાય છે. સીલીન્ડર ની બોડી પર મરૂન કલર કરાય છે. સીલીન્ડરની ક્ષમતા 3.5 m3 થી 8.5 m3 જેટલી હોય છે.

         DA સીલીન્ડર નુ તળિયું અંદર ની તરફ વક્રાકારે હોય છે. તેમાં એક ફ્યુઝ પ્લગ અપાય છે. જે આશરે 100 જેટલા તાપમાને પીગળી જાય છે. કોઈ કિસ્સામાં સીલીન્ડરમાં તાપમાન ખુબ વધી જાય તો પ્લગ પીગળી જાય છે. તેના વાટે ગેસ બહાર નીકળી જાય છે. આથી દબાણ વધતું અટકી જાય છે અને સીલીન્ડર ફાટી જતો અટકે છે.

* એસીટીલીન ગેસ નુ ચાર્જીંગ :

      એસીટીલીન ગેસ નવું સ્વરૂપમાં 1 Kg/cm2 ના દબાણ થી વધુ દબાણે સંગ્રહ કરવો સલામત નથી હોતો. આથી તેને સીલીન્ડરમાં ઓગળેલ અવસ્થામાં સ્ટોર કરવામાં આવે છે. તેને સીલીન્ડરમાં સલામત રીતે ભરવા માટેની નીચેની રીત અનુસરવામાં આવે છે.

- સૌ પ્રથમ સીલીન્ડરને અમુક છીદ્રાળું પદાર્થ જેવા કે કોર્ન ના મૂળનો ભાગ, જમીનની માટી, રેતીચૂનો, ખાસ તૈયાર કરેલ ચારકોલ, એસ્બેસ્ટોસના તાંતણાઓથી ભરી દેવામાં આવે છે.

- ત્યાર બાદ એસિટોન નામનું હાઈડ્રોકાર્બન પ્રવાહી સીલીન્ડરમાં ભરી દેવામાં આવે છે. જે છિદ્રાળુ પદાર્થોમાં ભરાઈ જાય છે. તે સીલીન્ડરનુ આશરે 1/3 ભાગનુ કદ રોકી લે છે.

- ત્યારબાદ આશરે 15 Kg/cm2 દબાણે સીલીન્ડરમાં એસીટીલીન ગેસ ભરવામાં આવે છે.

     પ્રવાહી એસીટીલીન મોટા પ્રમાણમાં વાયુ એસીટીલીનમાં ઓગળે છે. તેને સ્ટોર કરવો સલામત છે. આથી તેને ડીઝોલ્વ એસીટીલીન કહે છે. સામાન્ય તાપમાન અને દબાણે 1 કી.ગ્રા. જેટલો પ્રવાહી એસિટોન આશરે 25 ગણો એસીટીલીન ગેસ ઓગળી સકે છે. અને ચાર્જીંગ દરમ્યાન 15 kg/cm2 ના દબાણે અને સામાન્ય તાપમાને એક ભાગ પ્રવાહી એસીટોન ની મદદ થી 25 15 = 375 ભાગ એસીટીલીન ગેસ ઓગળે છે.


* સીલીન્ડરની સંભાળ અને જાણવણી :     

      સીલીન્ડર ને લુબ્રીકેટિંગ મટીરીયલ જેવા કે ગ્રીસ, ઓઈલ વી. થી મુક્ત રાખવી.

2.    સીલીન્ડરને ઉંચા તાપમાનના સંપર્ક થી દુર રાખવા.

3.    ઉપયોગ કરતા પહેલા તેમાં લીકેજ નથી તેની ખાતરી કરી લેવી.

4.    ગેસ સીલીન્ડરને ક્યારેય પછાડવા નહી કે ગબડાવીને લઈ જવા નહી.

5.    સીલીન્ડરને ઉચકવા માટે ક્યારેય પણ વાલ્વ પ્રોટેકશનનો ઉપયોગ કરવો નહી.

6.    ભરેલા અને ખાલી સીલીન્ડરને અલગ અલગ જગ્યાએ ગોઠવવા. બંધ સીલીન્ડર પર ચોક થી (MT/ EMPTY) લખવું.

7.    સીલીન્ડર સંપૂર્ણ ભરેલા કે ખાલી હોય ત્યારે વાલ્વ બંધ રાખવા.

8.    વાલ્વમાં લીકેજ ધ્યાન પર આવે તો જાતે રીપેર કરવાનો પ્રયત્ન કરતા તેને સલામત જગ્યાએ લઈ જઈ સપ્લાયરને જાણ કરો. દરમ્યાન તેમાં ખામીયુક્તએવું પાટિયું લગાવી દો.

9.    સીલીન્ડરને ક્યારેય આગ, ભઠ્ઠી કે તણખાઓની સામે રાખવો.

10. સીલીન્ડર વપરાસમાં હોય કે તેને ફેરવતા હો તે દરમ્યાન કેપ લગાવેલી રાખવી.

11. સીલીન્ડરને વપરાસ વખતે ઉભી સ્થિતિમાં અને સાકળ વડે બાંધેલો રાખવો.

12. સીલીન્ડર વાલ્વને ખોલવા કે બંધ કરવા ક્યારેય વધારે બળ આપવું. હેમર કે રેન્ચનો ઉપયોગ નિવારવો.

13. સીલીન્ડર વાલ્વ ને ખોલવા કે બંધ કરવાં માટે હમેશા સ્પીન્ડલ કી નો ઉપયોગ કરવો.

14. વપરાસ દરમ્યાન વાલ્વ સ્પીન્ડલ કી ને સીલીન્ડરમાં લગાવીને રાખવી. કટો કટીના સમયે તેની જરૂર પડી સકે.

15. ક્યારેય સીલીન્ડર પર સીધી ગેસ જ્યોત કે આર્ક મારવી નહી.

16. સીલીન્ડરની બાજુ માં ધુમ્રપાન ની સખત મનાઈ ફરમાવવી.

17. બેક ફાયરના કિસ્સામાં બ્લો પાઈપ વાલ્વ તુરંત બંધ કરો (ઓક્સીજન વાલ્વ પ્રથમ બંધ કરવો.)

18. ત્યાર બાદ સીલીન્ડર વાલવે માંથી રેગ્યુલેટર ને છોડાવી નાખો.હોઝ પાઈપ અને બ્લો પાઈપ ને ચેક કરો.

19. આગ લાગવાના કિસ્સમાં કાર્બન ડાયોકસાઈડ પ્રકારના ફાયર એક્ષ્ટિંગ્વીસરનો ઉપયોગ કરવો.

20. સીલીન્ડર વધુ પડતો ગરમ થાય ત્યારે સીલીન્ડર ને છોડવો, ખુલી જગ્યામાં લઇ જઈ પાણીનો છંટકાવ કરો.

ખામીયુક્ત સીલીન્ડ ને ક્યારેય પણ અન્ય સીલીન્ડરની સાથે રાખવો નહી.
Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *