એલ્યુમિનિયમ વેલ્ડીંગ ( Aluminium Welding )

એલ્યુમિનિયમ નોન ફેરસ પ્રકારની ધાતુ છે

      1. એલ્યુમિનિયમના ગુંણધર્મો :-

·         રંગમાં ચાંદી જેવુ સફેદ હોય છે.

·         તેનું વજન લોકાર્બન સ્ટીલ કરતા પણ ત્રણ ગણુ ઓછુ હોય છે.

·         કાટ સામે પ્રતિરોધક હોય છે.

·         વધુ વિધ્યુતવાહક હોય છે.

·         ચુંબકીય હોતુ નથી.

·         શુધ્ધ એલ્યુમિનિયમનો મેલ્ટીંગ પોઇંટ 659۫c હોય છે.

·         ડકટાઇલ,ફોર્મિંગ અને પ્રેસીંગ ઓપરેશન માટે યોગ્ય છે.

 

2. એલ્યુમિનિયમનં પ્રકાર:-  

એલ્યુમિનિયમને ત્રણ પ્રકારે વહેંચવામાં આવે છે.

  (1) શુધ્ધ એલ્યુમિનિયમ

  (2) રોટ એલ્યુમિનિયમ

  (3) એલ્યુમિનિયમ કાસ્ટ એલોય .

 

3. એલ્યુમિનિયમ વેલ્ડીંગમા પડતી મુશકેલીઓ :- 

                            એલ્યુમિનિયમ જ્યાં સુધી તેનાં મેલ્ટીંગ પોઇંટ સુધી નથી પહોંચતો ત્યા સુધી તેનો રંગ બદલાતો નથી.જ્યારે તે પીગળવાનુ શરુ કરેછે,ત્યારે તે અચાનક પ્રસરી જાય છે.પિગળેલ એલ્યુમિનિયમ ઓક્સાઇડ સીચની સપાટી પર ઝડપથી એલ્યુમિનિયમ ઓક્સાઇડનુ પડ બનાવે છે, જેનુ મેલ્ટીંગ પોઇંટ 1930 ۫c છે. ઓક્સાઇડને યોગ્ય ગુણવત્તાવાળા ફ્લક્ષનો ઉપયોગ કરી દુર કરવો જોઇએ. એલ્યુમિનિયમ જ્યારે ગરમ હોય છે ત્યારે તે એકદમ પાતળા અને કમજોર હોય છે.

 

4. જોઈન્ટ ડીઝાઈન :-

·         1.6 mm સુધીની થીક્નેસ માટે તેની એઇજની હાઈટને તેની થીકનેસ જેટલી 90۫c પર રાખવી જોઇએ.

·         1.6 mm થીmm સુધી તેની એઇજને સો અથવા ચીઝલ વડે નોચ કરીને બટ વેલ્ડ કરવામા આવે છે.

·       4mm સુધીની જાડાઇવાળી પ્લેટ અથવા તેનાં કરતા પણ વધુ જાડાઇવાળી પ્લેટની ધારોને 1.6 mm થીmm રુટ ગેપ સાથે બંને પ્લેટ વચ્ચેના બીવેલ્ એંગલ 90 ۫c પર બને એવી રીતે એઇજ તૈયાર કરવી.

·    10 mm કરતા વધારે જાડાઇવાળી પ્લેટને નીચે દર્શાવેલ આક્રુતી મુજબ વચ્ચે નોચ સાથે ડબલ વીબનાવવો જોઇએ.

4. ફ્લક્ષની જરૂરીયાત :- 

                        એલ્યુમિનિયમ ઝડપથી ઓક્સાઇડ હોવાથી મજબુત વેલ્ડ બનાવવા માટે ફ્લક્ષ બનાવવા માટે ફ્લક્ષની લેવરનો ઉપયોગ થાય છે.એલ્યુ. ફ્લક્ષ પાવડરને પાણી સાથે મિક્સ કરવામા આવે છે.ત્યારબાદ બ્રશ વડે જોઈન્ટ પર લગાડવામાં આવે છે.ફિલરરોડને પણ ફ્લક્ષનું કોટીંગ કરી ઉપયોગ કરવામાં આવે છે.

5. પ્રીહીટની જરૂરીયાત :- 

                         એલ્યુમિનિયમ અને તેની મિશ્રધાતુઓ વધુ ગરમી વાહકના ગુપ્ત ઉષ્મા ધરાવે છે.જેના કારણે ફ્યુઝન વેલ્ડીંગ માટે વધુ ગરમીની જરુર પડે છે.0.8mm કરતા વધુ જાડાઇ વાળા એલ્યુમિનિયમ કાસ્ટીંગ અને રોટ એલોયમાં યોગ્ય ફ્યુજન પુર્ણ પેનીટ્રેશન મેળવવા,તિરાડો અતકાવવા,ગેસનો વપરાશ ઘટાડવા માટે તેને પ્રીહીટ કરવવામાં આવે છે.પ્રીહીટ ઉષ્ણતામાન જોબના આકાર પ્રમાણે 250۫c થી 400۫c સુધી બદલાય છે.જોબને ફરનેસમાં અથવા ટોર્ચ વડે પ્રીહીટ કરવામા આવે છે.


6. એલ્યુમિનિયમ વેલ્ડીંગ માટેની અલગ-અલગ પ્રક્રીયાઓ  :-

·         ઓક્સિ-એસીટીલીન વેલ્ડીંગ

·         ટીગ વેલ્ડીંગ

·         મીગ વેલ્ડીંગ

·         ડીફ્યુજન વેલ્ડીંગ

·         એક્સપ્લોજિવ વેલ્ડીંગ

·         મેન્યુઅલ મેટાલિક આર્ક વેલ્ડીંગ

·         કાર્બન આર્ક વેલ્ડીંગ

·         કોલ્ડ વેલ્ડીંગ

·         અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ

·         રેજીસ્ટંસ વેલ્ડીંગ


 

7. એલ્યુમિનિયમ વેલ્ડીંગ પધ્ધ્તિ :- 

·         એલ્યુમિનિયમ શીટને આપેલ સાઈઝ પ્રમાણે સ્કવેર એઇઝ સાથે તૈયાર કરવા

·         સપાટી પરથી ઓક્સાઇડ દુર કરવા સપાટી તથા એઇજને સાફ કરવા.

·         એઇઝ પર પેસ્ટી ફ્લક્ષ લગાડો

·         બંને એલ્યુમિનિયમ શીટની એઇઝ વચ્ચે 1.5 થી 2mm જેતલી રુટ ગેબ રાખી સેટ કરવી.

·         5 નંબરની નોઝલ પસંદ કરો,યોગ્ય ગ્રેસ પ્રેસર કરો

·         ન્યુટ્રલ ફ્લેમ સેટ કરવી.

·         સિલિકોન એલ્યુમિનિયમ ફિલર રોડ પર ફ્લક્ષ લગાડી તેના વડે જોઈન્ટના બંને છેડે ટેસ્ટીંગ કરવુ.

·         જોબને પ્રીહીટ કરો. ( 150-250)

·         લેફ્ટ હેંડ ટેકનીક વડે બ્લોપાઈપને 40 થી 50 જ્યારે ફિલર રોડને 30 થી 40 પર પકડી વેલ્ડીંગ    શરુ કરો.

·         વેલ્ડીંગ પુર્ણ થાય ત્યાં સુધી ફિલર રોડને મોલ્ટન પુલમાંથી બહાર કાઢવી નહી.

·         જોબને 10% સલ્ફયુરિક એસિડમાં ઉમેરેલાં ઠંડા પાણીમાં ધોઇને સાફ કરો.

·         ફરીથી જોબને ઠંડા પાણી ધોઇને સાફ કરવુ.

 

8. એલ્યુમિનિયમનાં ગેસ વેલ્ડીંગ દ્વારા થતા ફાયદા. :-

·         સાધનોની કિંમત ઓછી હોય છે.

·         પાતળી સીટને વેલ્ડીંગ કરવા ગેસ વેલ્ડીંગ સૌથી સસ્તી રીત છે.

·         આર્ક વેલ્ડીંગ કરતા વિકૃતિ વધુ આવે છે.

·         વેલ્ડીંગ સ્પીડ ઓછી હોય છે.

આર્ક વેલ્ડીંગ કરતાં ગરમીથી અસર પામેલ ભાગ વધુ હોય છે.

Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *