કોપર ( Copper )

કોપર નોન ફેરસ ધાતુ છે. જે શુધ્ધ અવસ્થામા મળતુ નથી. કોપર પાઇરાઇટ (CuFeS2) નામના ખનિજમાથી મળે છે. જેમા કોપર નુ પ્રમાણ 30.5% હોય છે.


1. પ્રકાર : કોપર ના મુખ્ય ત્રણ પ્રકાર છે ,જે અન્ય ધાતુ સાથે જોડાઈ ને મિશ્રધાતુ તરીકે મળે છે.              

 1. પિત્તળ (બ્રાસ) 2. ગન મેટલ, 3. કાંસુ (બ્રોંઝ)

1.1 પિત્તળ (બ્રાસ) : બ્રાસ કોપર અને ઝીંક ની મિશ્ર ધાતુ છે. જેમાં 60 થી 65% કોપર અને 40 થી 35% ઝીંક હોય છે.

1.2 ગન મેટલ : ગન મેટલ કોપર,ઝીંક અને કલાઇ(ટીન) ની મિશ્ર ધાતુ છે. જેમા કોપર 88% ,ઝીંક 2 થી 5% જ્યારે ટીન 10-8% હોય છે.

1.3 કાંસુ(બ્રોંઝ) : કાંસુ કોપર અને ટીન (કલાઇ) ની મિશ્ર ધાતુ છે, જેમા કોપર 80% અને ટીન (કલાઇ) 20% રહેલા છે.

2. કોપરનાં ગુણધર્મો :

·         તે સુંવાળી અને નરમ ધાતુ છે.

·         તેમાથી ખેંચીને તાર તથા ટીપીને પાતળા પતરા(શીટ) બનાવી શકાય છે.

·         કોપરનુ ગલનબિંદુ 10830 સે. છે.

·         તેની વિશિષ્ટ ઘનતા 8.9 છે.

·         કોપર ગરમી અને વિદ્યુત નો સૌથી સારો સુવાહક છે.

·         તેના પર કાટ લાગતો નથી.

·         તેનુ ખવાણ થતુ નથી.

·         તેની ટેંસાઇલ સ્ટ્રેંથ ઘણી સારી છે.

 

3. કોપરનાં ઉપયોગો : કોપર ના મુખ્ય ઉપયોગો નીચે મુજબ છે.

1. ઈલેક્ટ્રીકલ પાર્ટસ બનાવવા.                     

 2. હીટ એક્ચેંજર બનાવવા

 3.યાંત્રિક મશીનના પાર્ટસ બનાવવા.

4.કાંસુ,પિત્તળ,ગન મેટલ જેવી મિશ્ર ધાતુઓ બનાવવા.

5. સ્ક્રૂ મશીન પ્રોડક્ટ્સ બનાવવા.
Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *